Samadhitantra (Gujarati). Gatha: 63.

< Previous Page   Next Page >


Page 101 of 170
PDF/HTML Page 130 of 199

 

૧૧૪સમાધિતંત્ર

शरीरदावात्मनो भेदाभ्यासे च शरीरदृढतादौ नात्मनो दृढतादिकं मन्यते इति दर्शयन् धनेत्यादि श्लोकचतुष्टयमाह

घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा
घने स्वदेहेप्यात्मानं न घनं मन्यते बुधः ।।६३।।

‘‘શરીરાદિમાં આત્માનો ભેદાભ્યાસ થતાં, તે (અન્તરાત્મા) શરીરની દ્રઢતાદિ થતાં આત્માની દ્રઢતાદિક માનતો નથી,’’ એમ બતાવી ‘ઘન’ ઇત્યાદિ ચાર શ્લોક કહે છેઃ

શ્લોક ૬૩

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (घने वस्त्रे) જાડું વસ્ત્ર પહેરવાથી (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (घनं) જાડોપુષ્ટ (न मन्यते) માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि घने) પોતાનું શરીર જાડુંપુષ્ટ થવા છતાં, (बुधः) અન્તરાત્મા (आत्मानं) આત્માને (घनं न मन्यते) જાડોપુષ્ટ માનતો નથી.

ટીકા :ઘન એટલે ગાઢું (જાડું) વસ્ત્ર પહેરવાથી, જેમ બુધ (ડાહ્યો પુરુષ) પોતાને (શરીરને) જાડોપુષ્ટ માનતો નથી, તેમ પોતાનું શરીર જાડુંપુષ્ટ થવા છતાં બુધ (અન્તરાત્મા) આત્માને જાડોપુષ્ટ માનતો નથી.

ભાવાર્થ :જેમ જાડું વસ્ત્ર પહેરવાથી, ડાહ્યો માણસ, પોતાને જાડો થયેલો માનતો નથી, તેમ શરીર જાડું થતાં, આત્મા જાડો થયો, એમ અન્તરાત્મા કદી માનતો નથી.

જેમ શરીર અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે. આમ છતાં દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે; આ ભ્રાન્તિથી તે સારા ખોરાકાદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે; પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે તે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. તેને શરીર અને આત્માબંનેનું ભેદજ્ઞાન વર્તે છે; તેથી તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી જ પોતાના આત્માની પુષ્ટિ માને છે. ૬૩.

સ્થૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર,
પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩.