Samadhitantra (Gujarati). Gatha: 65.

< Previous Page   Next Page >


Page 103 of 170
PDF/HTML Page 132 of 199

 

૧૧૬સમાધિતંત્ર

नष्टे वस्त्रे यथाऽऽत्मानं न नष्टं मन्यते तथा
नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ।।६५।।

टीकाप्रावृत्ते वस्त्रे नष्टे सति आत्मानं यथा नष्टं बुधो न मन्यते तथा स्वदेहेऽपि विनष्टे कुतश्चित्कारणाद्विनाशं गते आत्मानं न नष्टं मन्यते बुधः ।।६५।। જાણે છે અને માને છે; તેથી શરીરની પ્રતિકૂળતામાં પણ તેની આત્મપ્રવૃત્તિ ચાલુ જ હોય છે.

અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ હોવાથી શરીરની પ્રતિકૂળતામાં તે આત્મહિત માટે પોતાને અસમર્થ સમજે છે. તે તો એમ જ માને છે કે શરીર સ્વસ્થ હોયનીરોગી હોય તો જ ધર્મ થાય, જીર્ણ કે રોગગ્રસ્ત શરીરે ધર્મ ન થાય. એ એનો ભ્રમ છે. ૬૪.

શ્લોક ૬૫

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे नष्टे) વસ્ત્રનો નાશ થતાં (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (नष्टं न मन्यते) નાશ થયેલું માનતો નથી, (तथा) તેવી રીતે (बुधः) અન્તરાત્મા (स्वदेहे अपि नष्टे) પોતાના દેહનો નાશ થવા છતાં (आत्मानं) (नष्टं न मन्यते) નાશ થયેલો માનતો નથી.

ટીકા :જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામવા છતાં, ડાહ્યો પુરુષ પોતાનો (પોતાના શરીરનો) નાશ માનતો નથી, તેમ પોતાનો દેહ નાશ પામતાં અર્થાત્ કોઈ કારણે તેનો વિનાશ થતાં, અન્તરાત્મા આત્માને નાશ થયેલો માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને નાશ થયેલું માનતો નથી, તેમ શરીર નાશ પામતાં અંતરાત્મા પોતાના આત્માને નાશ પામેલો માનતો નથી.

જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે.

वत्थु पणट्ठइ जेम बुहु देहु ण मण्णइ णट्ठु
णट्ठु देहे णाणि तहँ अप्पु ण मण्णइ णट्ठु ।।२-१८०।।परमात्मप्रकाशे. योगीन्दुदेवः
વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ગણે ન શરીર,
દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫.