Samadhitantra (Gujarati). Gatha: 71.

< Previous Page   Next Page >


Page 112 of 170
PDF/HTML Page 141 of 199

 

સમાધિતંત્ર૧૨૫
मुक्तिरेकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः
तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ।।७१।।

टीकाएकान्तिकी अवश्यम्भाविनी तस्यान्तरात्मनो मुक्तिः यस्य चित्ते अविचला धृतिः आत्मस्वरूपधारणं स्वरूपविषया प्रसतिर्वा यस्य तु चित्ते नास्त्यचला धृतिस्तस्य नैकान्तिकी मुक्तिः ।।७१।।

चित्तेऽचलाधृतिं च लोकसंसर्ग परित्यज्यात्मस्वरूपस्य संवेदनानुभवे सति स्यान्नान्यथेति दर्शयन्नाह

શ્લોક ૭૧

અન્વયાર્થ :(यस्य) જેના (चित्ते) ચિત્તમાં (अचला) આત્મસ્વરૂપની નિશ્ચલ (धृतिः) ધારણા છે (तस्य) તેની (ऐकान्तिकी मुक्तिः) એકાન્તે એટલે નિયમથી મુક્તિ થાય છે. (यस्य) જેને (अचला धृतिः न अस्ति) આત્મસ્વરૂપમાં નિશ્ચલ ધારણા નથી (तस्य) તેની (एकान्तिकी मुक्तिः न) અવશ્યપણે મુક્તિ થતી નથી.

ટીકા :એકાન્તિક એટલે અવશ્ય થવાવાળી મુક્તિ તે અન્તરાત્માને થાય છે કે જેના ચિત્તમાં અવિચલ (નિશ્ચલ) ધૃતિ અર્થાત્ આત્મસ્વરૂપની ધારણા હોય કે સ્વરૂપમાં પ્રસત્તિ (લીનતા) હોય; પરંતુ જેના ચિત્તમાં અચલ ધૃતિ (ધારણા) હોતી નથી, તેને અવશ્યંભાવી મુક્તિ થતી નથી.

ભાવાર્થ :જેનો ઉપયોગ બીજે નહિ ભમતાં આત્મસ્વરૂપમાં જ સ્થિર થાય છે, તેની નિયમથી મુક્તિ થાય છે, પરંતુ જેનો ઉપયોગ એકથી બીજે ભમે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતો નથી, તેની કદી મુક્તિ થતી નથી. જ્યાં મોહભાવ સહિત ઉપયોગ પર પદાર્થોમાં અટકે છે ત્યાં સવિકલ્પ દશા વર્તે છે. આ સવિકલ્પ દશામાં ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. નિર્વિકલ્પ દશામાં જ ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. જેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ મુક્તિ થાય છે, બીજા કોઈને નહિ. ૭૧.

ચિત્તમાં અચલ ધૃતિ, લોકના સંસર્ગનો પરિત્યાગ કરીને આત્મસ્વરૂપના સંવેદનનો અનુભવ થતાં થાય છે. બીજી રીતે નહિ. તે દર્શાવી કહે છેઃ

જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય;
ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નો’ય. ૭૧.