टीका — ग्रामोऽरण्यमित्येवं द्वेधा निवासः स्थानं अनात्मदर्शिनामलब्धात्मस्वरूपोपलम्भानां दृष्टात्मनामुपलब्धात्मस्वरूपाणां निवासस्तु विविक्तात्मैव रागादिरहितो विशुद्धात्मैव निश्चलः चित्तव्याकुलतारहितः ।।७३।।
તો શું તેમનો (લોકોનો) સંસર્ગ છોડી જંગલમાં નિવાસ કરવો? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છેઃ —
અન્વયાર્થ : — (अनात्मदर्शिनां) જેમને આત્માનો અનુભવ થયો નથી તેવા લોકોને (ग्रामः अरण्यम्) ગ્રામ કે અરણ્ય (इति द्वेधा निवासः) એવાં બે પ્રકારના નિવાસસ્થાન છે; (तु) કિન્તુ (दृष्टात्मनां) જેમને આત્મસ્વરૂપનો અનુભવ થયો છે તેવા જ્ઞાની પુરુષોને, (निश्चल) ચિત્તની વ્યાકુલતા રહિત (विविक्तात्मा एव) રાગાદિરહિત શુદ્ધ આત્મા જ (निवासः) નિવાસસ્થાન છે.
ટીકા : — ગ્રામ અને અરણ્ય એ બે પ્રકારનાં નિવાસસ્થાન, અનાત્મદર્શીઓ માટે અર્થાત્ જેમને આત્માનો અનુભવ થયો નથી, જેમને આત્માની ઉપલબ્ધિ થઈ નથી તેવાં લોકો માટે છે, પરંતુ જેમને આત્માનો અનુભવ થયો છે, જેમને આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઈ છે, તેવા (જ્ઞાની) લોકોને માટે તો નિવાસસ્થાન વિવિક્ત એટલે વિમુક્ત આત્મા જ અર્થાત્ રાગાદિરહિત શુદ્ધ આત્મા જ છે જે નિશ્ચલ, એટલે ચિત્તની આકુલતારહિત છે.
ભાવાર્થ : — જેને આત્માનો અનુભવ નથી, ભેદ – જ્ઞાન નથી તે પુરુષને જ ગામ કે જંગલમાં વસવાનો વિકલ્પ આવે છે.
જે આત્મદર્શી છે – જેમને આત્માનો અનુભવ છે – તેમનું નિવાસસ્થાન વાસ્તવમાં પોતાનો શુદ્ધાત્મા જ છે. તે રાગ – દ્વેષાદિ રહિત અને નિશ્ચલ હોવાથી, તેમને ગ્રામનિવાસ માટે કે