देहेऽस्मिन् अस्मिन्कर्मवशाद्गृहीते देहे । विदेहनिष्पत्तेः विदेहस्य सर्वथा देहत्यागस्य निष्पत्तेर्मुक्तिप्राप्तेः पुनर्बीजं स्वात्मन्येवात्मभावना ।।७४।।
तर्हि मुक्तिप्राप्तिहेतुः क श्चिद्गुरुर्भविष्यतीति वदन्तं प्रत्याह – કારણ. ક્યું? આત્મભાવના. શામાં? આ દેહમાં એટલે કર્મવશ ગ્રહેલા આ દેહમાં. વિદેહનિષ્પત્તિનું – વિદેહની અર્થાત્ સર્વથા દેહત્યાગની નિષ્પત્તિનું એટલે મુક્તિ પ્રાપ્તિનું બીજ પોતાના આત્મમાં જ આત્મભાવના (કરવી તે) છે.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એટલે શરીરને જ આત્મા માનવાથી અન્ય ભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે અને પોતાના આત્મામાં જ – નિજ સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ કરવાથી અર્થાત્ આત્માને જ આત્મા માનવાથી મુક્તિ થાય છે – દેહનો સંબંધ સર્વથા છૂટી જાય છે.
માટે ફરીથી શરીરની પ્રાપ્તિ ન થાય — પુનર્ભવ કરવો ન પડે તે માટે જ્ઞાનીએ શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ આત્મ-ભાવના કરવી એ જ યોગ્ય છે.
‘‘જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે.’’૧
‘‘જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)’’૨
‘‘જે અજ્ઞાની જીવ (શરીરાદિક) પુદ્ગલ દ્રવ્યને અભિનંદે છે — અર્થાત્ તેને પોતાનું માને છે – તેમાં આત્મીય ભાવ કરે છે, તે જીવની સાથે સંયોગ-સંબંધ ચારે ગતિઓમાં તે પુદ્ગલ દ્રવ્ય છોડતું નથી.’’૩ ૭૪
તો મુક્તિ-પ્રાપ્તિનો હેતુ કોઈ ગુરુ હશે — એવું બોલનાર પ્રતિ કહે છે. ૧. કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
૨. કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને,
૩. ‘ઇષ્ટોપદેશ’ – શ્લોક ૪૬