૧૩૨સમાધિતંત્ર
टीका — देहादौ दृढात्मबुद्धिरविचलात्मदृष्टिर्बहिरात्मा । उत्पश्यन्नवलोकयन् । आत्मनो नाशं मरणं मित्रादिभिर्वियोगं च मम भवति इति बुद्ध्यमानो मरणाद्बिभेति भृशमत्यर्थम् ।।७६।।
यस्तु स्वात्मन्येवात्मबुद्धिः स मरणोपनिपाते किं करोतीत्याह —
ટીકા : — દેહાદિના દ્રઢ આત્મબુદ્ધિવાળો એટલે અવિચલ આત્મદ્રષ્ટિવાળો બહિરાત્મા, પોતાનો નાશ એટલે મરણ જોઈને – અવલોકીને તથા ‘મિત્રાદિથી મારો વિયોગ થશે’ એમ સમજીને મરણથી અત્યંત ભય પામે છે; એવો અર્થ છે.
ભાવાર્થ : — અજ્ઞાની જીવ શરીરને જ દ્રઢપણે આત્મા માને છે, તેથી શરીર છૂટવાના સમયે અર્થાત્ મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી – પુત્ર – મિત્રાદિથી વિયોગ – એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે.
જે પુરુષોનું ચિત્ત સંસારમાં આસક્ત છે, તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. કારણ કે તે માને છે કે ‘મારા શરીરનો નાશ થતાં, સ્ત્રી – પુત્રાદિથી વિયોગ થશે. હવે મને તેમના સંયોગનું સુખ મલશે નહિ.’ આવા વિયોગના દુઃખથી તે મરણથી બહુ બીવે છે. ૭૬.
પરંતુ જેને પોતાના આત્મમાં જ આત્મબુદ્ધિ છે તે મરણ નજીક આવતાં શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (आत्मनि एव आत्मधीः) આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિવાળો (शरीरगतिं) શરીરની ગતિને – શરીરના વિનાશને (आत्मनः अन्यां) આત્માથી ભિન્ન (मन्यते) માને છે અને (वस्त्रं त्यक्त्वा वस्त्रान्तरग्रहम् इव) મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી (निर्भयं मन्यते) પોતાને નિર્ભય માને છે.