૧૩૬સમાધિતંત્ર
टीका — आत्मानमन्तरेऽभ्यन्तरे दृष्ट्वा देहादिकं बहिर्दष्टवा तयोरात्मदेहयोरन्तरविज्ञानात् भेदविज्ञानात् अच्युतो मुक्तो भवेत् । ततोऽच्युतो भवन्नप्यभ्यासाद्भेदज्ञानभावनातो भवति न पुनर्भेदविज्ञानमात्रात् ।।७९।।
‘‘........આ ભક્તિ, કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.’’૧ એટલે કે જ્ઞાની જ્યારે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી ત્યારે તેને આવી ભક્તિ હેયબુદ્ધિએ હોય છે. ૭૮.
જે આત્મસ્વરૂપમાં જાગે છે, તે મુક્તિ પામે છે, તે કહે છેઃ —
અન્વયાર્થ : — (अन्तरे) અંતરંગમાં (आत्मानं) આત્માના વાસ્તવિક સ્વરૂપને (दृष्ट्वा) જોઈને અને (बहिः) બાહ્યમાં (देहादिकं) શરીરાદિ પર ભાવોને (दृष्ट्वा) જોઈને (तयोः) બન્નેના – આત્મા અને શરીરાદિકના – (अन्तरविज्ञानात्) ભેદવિજ્ઞાનથી તથા (अभ्यासात्) તેના અભ્યાસથી (अच्युतः भवेत्) અચ્યુત એટલે મુક્ત થવાય.
ટીકા : — આત્માને અંતરમાં – અભ્યંતરમાં જોઈને અને દેહાદિકને બાહ્ય જોઈને, તે બન્નેના અર્થાત્ આત્મા અને દેહના અંતરવિજ્ઞાનથી એટલે ભેદવિજ્ઞાનથી (જીવ) અચ્યુત એટલે મુક્ત થાય. તેથી એકલા ભેદજ્ઞાનથી જ અચ્યુત થાય એમ નહિ, પણ તેના (ભેદજ્ઞાનના) અભ્યાસથી – ભેદજ્ઞાનની ભાવનાથી અચ્યુત થાય.
ભાવાર્થ : — આત્મા અને દેહના ભેદજ્ઞાનથી અને તેના નિરંતર અભ્યાસથી અર્થાત્ ભેદજ્ઞાનની નિરંતર ભાવનાથી – એ બંનેથી જ સંસારથી મુક્ત થવાય, કારણ કે અભ્યાસથી ભેદજ્ઞાનમાં દ્રઢતા આવે છે અને દ્રઢતાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા પામી મુક્ત થવાય છે. ૧. શ્રી પંચાસ્તિકાય – ગાથા ૧૩૬ની ટીકા.