यस्य च देहात्मनोर्भेददर्शनं तस्य प्रारब्धयोगावस्थायां निष्पन्नयोगावस्थायां च कीदृशं जगत्प्रतिभासत इत्याह —
જ્યારે જીવ અંદરના આત્માને અને બાહ્ય શરીરાદિક પર પદાર્થોને તેમનાં લક્ષણો દ્વારા એકબીજાથી ભિન્ન ભિન્ન સમજે છે – બંનેનું ભેદવિજ્ઞાન કરે છે. ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. તે બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહિ ભમાવતાં તેને હવે સ્વસન્મુખ વાળી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. આત્મસાધનાનો અભ્યાસ વધારતાં વધારતાં એને આત્મસ્વરૂપમાં એટલી દ્રઢતા – સ્થિરતા પ્રાપ્ત થાય છે કે તે ફરીથી આત્મસ્વરૂપથી ચ્યુત થતો નથી, અને આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થતાં તે મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
ભેદ – વિજ્ઞાન એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. તેના વિના મુક્તિ કદી પ્રાપ્ત થાય નહિ. માટે ભેદ – વિજ્ઞાન કરી તેનો અભ્યાસ ત્યાં સુધી જારી રાખવો કે જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થોથી હઠી આત્મસ્વરૂપમાં સ્થિર થાય.’’૧
‘‘જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ – વિજ્ઞાનથી સિદ્ધ થાય છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદ – વિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’૨
ભેદજ્ઞાન – જ્યોતિને કેવલજ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે.૩
અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ ભેદવિજ્ઞાન છે. ૭૯. જેને દેહ અને આત્માનું ભેદ – દર્શન છે, તેને પ્રાથમિક યોગાવસ્થામાં અને પૂર્ણ (સિદ્ધિ) યોગાવસ્થામાં જગત્ કેવું પ્રતિભાસે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (पूर्व) પ્રથમ અર્થાત્ યોગાભ્યાસની પ્રાથમિક અવસ્થામાં, ૧. – ૨. શ્રી સમયસાર કલશ ૧૩૦, ૧૩૧. ૩. જુઓ – શ્રી સમયસાર ગાથા. ૨ ની ટીકા