૧૩૮સમાધિતંત્ર
टीका — पूर्वं प्रथमं दृष्टात्मतत्त्वस्य देहाद्भेदेन प्रतिपन्नात्मस्वरूपस्य प्रारब्धयोगिनः विभात्युन्मत्तवज्जगत् स्वरूपचिंतनविकलत्वाच्छुभेतरचेष्टायुक्तमिदं जगत् नाना – बाह्यविकल्पैरूपेतमुन्मत्तमिव प्रतिभासते । पश्चान्निष्पन्नयोगावस्थायां सत्यां स्वभ्यस्तात्मधियः सुष्टुभावितमात्मस्वरूपं येन तस्य निश्चलात्मस्वरूपमनुभवतो जगद्विषयचिन्ताभावात् काष्ठपाषाणवत्प्रतिभाति । तत्र परमौदासीन्यावलम्बात् ।।८०।। (दृष्टात्मतत्त्वस्य) જેને આત્મદર્શન થયું છે એવા અંતરાત્માને (जगत्) જગત્ (उन्मत्तवत्) ઉન્મત્ત જેવું – પાગલ જેવું (विभाति) જણાય છે, અને (पश्चात्) પછીથી અર્થાત્ યોગની પરિપક્વ અવસ્થામાં, (स्वभ्यस्तात्मधियः) આત્મસ્વરૂપના અભ્યાસમાં પરિપક્વબુદ્ધિવાળા અંતરાત્માને આ (काष्ठपाषाणरूपवत्) કાષ્ઠ – પાષાણ જેવું (નિશ્ચેષ્ટ) ભાસે છે.
ટીકા : — પ્રથમ, જેણે આત્મ – તત્ત્વ જાણ્યું છે અર્થાત્ દેહથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે તેવા યોગનો આરંભ કરનાર યોગીને જગત્ ઉન્મત્ત જેવું (પાગલ જેવું) લાગે છે – અર્થાત્ સ્વરૂપ – ચિંતનના વિકલપણાને લીધે શુભ – અશુભ ચેષ્ટાયુક્ત આ જગત્ વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત, ઉન્મત્ત જેવું લાગે છે. પછીથી જ્યારે યોગની પરિપક્વ અવસ્થા થાય, ત્યારે જેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે, તેવા નિશ્ચલ આત્મસ્વરૂપનો અનુભવ કરનારને, જગત્ સંબંધી ચિંતાના અભાવને લીધે અર્થાત્ પરમ ઉદાસીનપણાના અવલંબનને લીધે તે (જગત્) કાષ્ઠ – પાષાણવત્) પ્રતિભાસે છે.
ભાવાર્થ : — જેને સ્વ – પરનું ભેદજ્ઞાન થયું છે તેવા અન્તરાત્માને, આત્માનુભવની પ્રથમ ભૂમિકામાં અર્થાત્ યોગના આરંભકાલમાં આ સચેષ્ટ અને વિકલ્પારૂઢ જગત્ ઉન્મત્ત જેવું – પાગલ જેવું લાગે છે, પરંતુ બાદમાં જ્યારે તે યોગના પરિપક્વ અભ્યાસદ્વારા આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેને આ જગત્ સંબંધી બુદ્ધિપૂર્વક કાંઈ વિકલ્પ ઊઠતો નથી, કારણ કે તેને તે સમયે નિર્વિકલ્પ દશા વર્તે છે.
પ્રથમ ભૂમિકામાં અર્થાત્ સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે અને તેથી વિવિધ વિકલપો થાય છે, પરંતુ જેમ જેમ તે સ્વરૂપ – સ્થિરતાનો અભ્યાસ વધારતો જાય છે, તેમ તેમ ઉપયોગનું પર તરફનું વલણ છૂટતું જાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. અભ્યાસના બળે છેવટે આત્મસ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા એટલી જામે છે કે તેને તે સમયે બાહ્ય જગત્નો બિલકુલ વિચાર પણ આવતો નથી.