૧૪૦સમાધિતંત્ર ન કરે, ત્યાં સુધી જીવ મોક્ષભાજન – મોક્ષપાત્ર થઈ શકે નહિ.
ભાવાર્થ : — ‘શરીરાદિથી આત્મા ભિન્ન છે’ એ વાત ઘણી વાર ગુરુમુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહિ અર્થાત્ જ્યાં સુધી સ્વસન્મુખતાપૂર્વક તેનું તેને ભાવ – ભાસન થાય નહિ, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહિ.
ભેદ – વિજ્ઞાન દ્વારા સ્વસન્મુખતાપૂર્વક જીવ – અજીવાદિ તત્ત્વોનું ભાવ – ભાસન થવું – સાચી પ્રતીતિ થવી – તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, તે વિન જીવ મોક્ષને પાત્ર થાય નહિ.
‘‘વળી શાસ્ત્રમાં ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’ (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિ તત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે તથા અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તેનો ‘ભાવ ભાસતો’ નથી; અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે, એટલે ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?’’
‘‘વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી; તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે, તો પણ તે શાણો નથી; તેમ આને પણ સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી.’’
‘વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ ‘એ આત્મા હું જ છું’ એવો ભાવ ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, પરંતુ ‘હું એ શરીરાદિથી ભિન્ન છું’ એવો ભાવ ભાસતો નથી......’’૧
માટે ‘આત્મા શરીરથી ભિન્ન છે’ એવું જાણવા છતાં, જો તેનું ભાવ – ભાસન ન થાય અર્થાત્ અનુભવમાં ન આવે તો તે જાણવું કાર્યકારી નથી. ૮૧.
તે ભાવનામાં પ્રવૃત્ત થઈ તેણે (અંતરાત્માએ) શું કરવું? તે કહે છેઃ — ૧. જુઓ – મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦.
तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।। (જ્ઞાનાર્ણવ)
નિષ્ઠિત (પરિપક્વ) થતો નથી ત્યાં સુધી તે મુક્તિ પામતો નથી.