Samadhitantra (Gujarati). Gatha: 82.

< Previous Page   Next Page >


Page 128 of 170
PDF/HTML Page 157 of 199

 

સમાધિતંત્ર૧૪૧
तद्भावनायां च प्रवृत्तोऽसौ किं कुर्यादित्याह
तथैव भावयेद्देहाद्व्यावृत्त्यात्मानमात्मनि
यथा न पुनरात्मानं देहे स्वप्नेऽपि योजयेत् ।।८२।।

टीकादेहाद्व्यावृत्त्य शरीरात्पृथक्कृत्वा आत्मानं स्वस्वरूपं आत्मनि स्थितं तथैव भावयेत् शरीराद्भेदन दृढतरभेदभावनाप्रकारेण भावयेत् यथा पुनः स्वप्ने स्वप्नावस्थायां देहे उपलब्धेऽपि तत्र आत्मानं न योजयेत् देहमात्मतया नाध्यवस्येत् ।।८२।।

શ્લોક ૮૨

અન્વયાર્થ :અંતરાત્માએ (देहात्) દેહથી (आत्मानं) આત્માને (व्यावृत्य) પાછો વાળી અર્થાત્ ભિન્ન અનુભવીને (आत्मनि) આત્મા વિષે (तथा एव) એવી રીતે (भावयेत्) તેની (આત્માની) ભાવના કરવી (यथा पुनः) કે જેથી ફરીથી (स्वप्नेऽपि) સ્વપ્નમાં પણ (देहे) દેહમાં (आत्मानं) આત્માને તે (न योजयेत्) યોજે નહિ, અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ કરે નહિ.

ટીકા :દેહથી આત્માને વ્યાવૃત્ત કરીને (ભિન્ન અનુભવીને)શરીરથી પૃથક્ કરીને (અનુભવીને) આત્મા વિષે સ્થિત સ્વસ્વરૂપને એવી રીતે ભાવવું (અનુભવવું)અર્થાત્ શરીરથી ભેદ કરીને (ભિન્ન કરીને) દ્રઢતર ભેદભાવનાના પ્રકારે (એવી રીતે) ભાવવું કે ફરીથી સ્વપ્નમાંસ્વપ્નાવસ્થામાંદેહની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થાય તો પણ તેમાં (દેહમાં) આત્માનું જોડાણ થાય નહિ અર્થાત્ દેહને આત્મસ્વરૂપે માનવામાં આવે નહિ.

ભાવાર્થ :શરીરથી આત્માને ભિન્ન જાણી અર્થાત્ આત્માને આત્મારૂપે જ જાણી, શરીરરૂપે નહિ જાણી, તેની એવી દ્રઢ ભાવના કરવી કે સ્વપ્નમાં પણ ફરીથી દેહને આત્મા માનવાનો અધ્યવસાય થાય નહિ.

વિશેષ

સ્વપરને ભિન્ન જાણવાનું ચિન્હ તો જ્ઞાનવૈરાગ્યશક્તિ છે. ભેદવિજ્ઞાનની ભાવનાથી એ વૈરાગ્યભાવ એટલે રાગથી વિરુદ્ધ ભાવપર પદાર્થોમાં ઉપેક્ષા ભાવ જો શ્રદ્ધા અને જ્ઞાનમાં પણ ન હોય તો તે ભાવના કાર્યકારી નથી.

‘સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યશક્તિ હોય છે; કારણ કે તે (સમ્યગ્દ્રષ્ટિ

નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય;
જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. ૮૨.