૧૪૪સમાધિતંત્ર कस्य तत्पदं ? आत्मनः ।।८४।।
તે વ્રતોને (त्यजेत्) ત્યજવાં.
ટીકા : — પ્રથમ હિંસાદિ અવ્રતોનો પરિત્યાગ કરીને અવ્રતોમાં પરિનિષ્ઠિત થવું. પછી તેનો પણ ત્યાગ કરવો. શું કરીને? પ્રાપ્ત કરીને. શું (પ્રાપ્ત કરીને)? પરમ પદને અર્થાત્ પરમ વીતરાગતારૂપ ક્ષીણકષાયગુણસ્થાન (પ્રાપ્ત કરીને). કોના તે પદને? આત્માના.
ભાવાર્થ : — અવ્રત અશુભ ભાવ છે તથા વ્રત શુભ ભાવ છે, બંને આસ્રવો છે. તે બંને છોડવા યોગ્ય છે તેવી શ્રદ્ધા તો અન્તરાત્માને છે, પણ તે બંને એકી સાથે છોડી શકાતાં નહિ હોવાથી તે પ્રથમ અશુભભાવરૂપ અવ્રતોને છોડી શુભભાવરૂપ વ્રતોમાં અતન્મય ભાવે વર્તે છે. પછી પુરુષાર્થ વધારી વીતરાગ પદની પ્રાપ્તિ માટે આ શુભભાવરૂપ વ્રતોનો પણ ત્યાગ કરે છે.
જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધોપયોગરૂપ ન પરિણમે, ત્યાં સુધી તેને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, વ્રત, તપ, સંયમ, શીલાદિના શુભ ભાવ આવે છે, પરંતુ તેમાં તેને હેયબુદ્ધિ વર્તે છે. તેને તે ધર્મ માનતો નથી.
સમ્યક્ત્વ વિના વ્રતાદિના શુભ વિકલ્પોને વ્યવહારથી ચારિત્ર નામ પણ પ્રાપ્ત થતું નથી, અર્થાત્ મિથ્યાદ્રષ્ટિના શુભ વિકલ્પોને તો વ્યવહારથી પણ ચારિત્ર કહેતા નથી, તે બાલ વ્રત, તપાદિ કહેવાય છે. તેવા શુભ વિકલ્પો સંસારનું કારણ છે. મોક્ષનું કારણ નથી, છતાં કોઈ તેને મોક્ષનું પરંપરા પણ કારણ માને તો તે તેની મૂલમાં ભૂલ છે. ૮૪.
અવ્રત – વ્રતના વિકલ્પનો પરિત્યાગ કરતાં પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય? તે કહે છેઃ —