टीका — लिङ्गं जटाधारणनग्नत्वादिदेहाश्रितं दृष्टं शरीरधर्मतया प्रतिपन्नं । देह एवात्मनो भवः संसारः । यत एवं तस्माद्ये लिंगकृताग्रहाः लिंगमेव मुक्तेर्हेतुरितिकृताभिनिवेशास्ते न मुच्यंते । कस्मात् भवात् ।।८७।।
‘‘જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે – શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ (અશુદ્ધભાવરૂપ કર્મ) પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન (શુદ્ધભાવરૂપ જ્ઞાનકર્મ) પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય – કષાયના વિકલ્પો કે વ્રત – નિયમના વિકલ્પો — શુદ્ધસ્વરૂપનો વિચાર સુદ્ધાં — કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.’’૧
સાતમા અપ્રમત્ત ગુણસ્થાનથી જે નિર્વિકલ્પ દશા થાય છે તે દશામાં આત્મસ્વરૂપમાં સ્થિરતા જામતી જાય છે અને અંતે શુક્લધ્યાન દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. ૮૬.
જેમ વ્રતનો વિકલ્પ મુક્તિનો હેતુ નથી, તેમ લિંગનો વિકલ્પ પણ મુક્તિનો હેતુ નથી, તે કહે છેઃ —
અન્વયાર્થ : — (लिङ्गं) નગ્નપણું આદિ (देहाश्रित दृष्टं) દેહને આશ્રિત જોવામાં આવે છે. (देहः एव) દેહ જ (आत्मनः भवः) આત્માનો ભવ (સંસાર) છે; (तस्मात्) તેથી (ये लिङ्गकृताग्रहाः) જે લિંગના જ આગ્રહી છે (ते पुरुषाः) તે પુરુષો (भवात्) સંસારથી (न मुच्यन्ते) મુક્ત થતા નથી. ૧. શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – કલશ ૧૧૦નો ભાવાર્થ.