Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 137 of 170
PDF/HTML Page 166 of 199

 

૧૫૦સમાધિતંત્ર

येऽपि ‘वर्णानां ब्राह्मणो गुरुरतः स एव परमपदयोग्य’ इति वदन्ति तेऽपि न मुक्तियोग्या इत्याह

ટીકા :લિંગ એટલે જટાધારણ, નગ્નપણું, આદિતે દેહાશ્રિત દેખાય છેઅર્થાત્ શરીરના ધર્મરૂપે માનવામાં આવે છે. દેહ જ આત્માનો ભવ એટલે સંસાર છે; તેથી જે લિંગને વિષે આગ્રહ રાખે છેઅર્થાત્ લિંગ એ જ મુક્તિનો હેતુ છે એવા અભિનિવેશવાળા જે છે તે (લોક) મુક્ત થતા નથી. શાનાથી? ભવથી (સંસારથી).

ભાવાર્થ :જે જીવ કેવળ લિંગ અથવા બાહ્ય વેષને જ મોક્ષનું કારણ માને છે તે દેહાત્મદ્રષ્ટિ છે અર્થાત્ તે દેહને જ આત્મા માને છે, તેથી તે મુક્તિ પામતો નથી. લિંગ શરીરને આશ્રિત છે અને શરીર સાથેના સંબંધથી જ આત્માનો સંસાર છે. શરીરના અભાવમાં સંસાર હોતો નથી. માટે જે લિંગનો આગ્રહી છે અર્થાત્ જે લિંગને જ મુક્તિનું કારણ સમજે છે તે સંસારનો જ આગ્રહી છે; તે કદી સંસારથી છૂટી શકતો નથી.

વિશેષ

અંતરંગ વીતરાગસ્વરૂપ આત્માના ધર્મ વિના લિંગમાત્રથીબાહ્ય વેષમાત્રથી ધર્મની સમ્પત્તિરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી; માટે રાગદ્વેષરહિત આત્માનો શુદ્ધજ્ઞાનદર્શનરૂપ સ્વભાવ જે અંતરંગ ભાવધર્મ છે તેને, હે ભવ્ય! તું જાણ. બાહ્ય લિંગવેષમાત્રથી તને શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.

શરીરની નગ્ન અવસ્થા, અઠ્ઠાવીસ મૂલ ગુણોનું પાલનાદિ બાહ્યલિંગ એ મુનિ અવસ્થામાં નિયમા હોય છે; તેથી વિરુદ્ધ દશા હોય તો તે ભાવલિંગી મુનિ હોય નહિ, પરંતુ તે બાહ્ય લિંગથી અથવા અઠ્ઠાવીસ મૂલ ગુણોના પાલનથી મોક્ષ થાય એવી જે શ્રદ્ધા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. લિંગ સંબંધીનો વિકલ્પ પણ આત્મસાધનામાં બાધક છે. મુનિને બાહ્ય લિંગ હરકોઈ હોય તો ચાલે એમ અહીં કહેવાનો હેતુ નથી. શ્રી કુન્દકુન્દાચાર્યે જે ત્રણ પ્રકારના લિંગ કહ્યા છે તે તે તે ગુણસ્થાને નિયમ હોય છે ખરાં, પણ તેના લક્ષે મોક્ષ થતો નથી, પણ તેના લક્ષે રાગ થાય છે, તેથી તે તરફનો ઝુકાવ અને વિકલ્પ છોડી આત્મામાં લીન થવા માટે આ શ્લોક કહ્યો છે. ૮૭.

‘વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે, તેથી તે જ પરમપદને યોગ્ય છે’ એવું જે બોલે છે તેઓ પણ મુક્તિ યોગ્ય નથી, તે કહે છેઃ १. धर्मेण भवति लिंगं न लिंगमात्रेण धर्मसंप्राप्तिः

जानीहि भावधर्म किं ते लिंगेन कर्तव्यम् ।।।। (લિંગ પાહુડગા. ૨)