૧૫૨સમાધિતંત્ર
टीका — जातिलिंगरूपः विकल्पो भेदस्तेन येषां शैवादिनां समयाग्रहः आगमानुबंधः उत्तमजातिविशिष्टं हि लिंग मुक्तिहेतुरित्यागमे प्रतिपादितमतस्तावन्मात्रेणैव मुक्तिरित्येवंरूपो येषामागमाभिनिवेशः तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।।८९।।
અન્વયાર્થ : — (येषां) જેમને (जातिलिंगविकल्पेन) જાતિ અને લિંગના વિકલ્પથી મુક્તિ થાય છે એવો (समयाग्रहः) આગમ સંબંધી આગ્રહ છે (ते अपि) તેઓ પણ (आत्मनः परं पदं) આત્માના પરમ પદને (न प्राप्नुवन्ति एव) પ્રાપ્ત કરી શકતા જ નથી.
ટીકા : — જાતિ અને લિંગરૂપ વિકલ્પ એટલે ભેદ તેનાથી જે શૈવાદિને સમયનો આગ્રહ એટલે આગમનો આગ્રહ છે – અર્થાત્ ઉત્તમ જાતિવિશિષ્ટ લિંગ જ મુક્તિનું કારણ છે એવું આગમમાં પ્રતિપાદન કર્યું છે, તેથી તે માત્રથી જ મુક્તિ છે – એવો જેને આગમનો અભિનિવેશ (આગ્રહ) છે, તેઓ પણ આત્માના પરમ પદને પ્રાપ્ત કરી શકતા જ નથી.
ભાવાર્થ : — જાતિ અને લિંગ બંને દેહાશ્રિત છે. તેના તરફના વિકલ્પથી રાગ થાય છે, અને રાગ તે સંસાર છે. તેથી જે એવું માને છે કે આગમમાં જાતિ અને લિંગથી મોક્ષ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે, તે હઠાગ્રહી છે અને આગમના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. વીતરાગી આગમ તો કહે છે કે વીતરાગતાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય, અને વીતરાગતા થતાં બાહ્ય લિંગાદિ હોય ખરાં, પણ તેના આશ્રયે મોક્ષ ન થાય, તેના વિકલ્પથી પણ મોક્ષ ન થાય. જાતિ, લિંગ ને તે સંબંધી વિકલ્પથી મોક્ષ થાય એમ માનનારા સમયાગ્રહી છે – સમયના જાણકાર નથી.
લિંગ એ મોક્ષનું સાચું કારણ નથી. તેનું પ્રતિપાદન કરતાં શ્રી કુન્દકુન્દાચાર્યે શ્રી સમયસારમાં કહ્યું છે કે —
‘‘બહુ પ્રકારનાં મુનિ – લિંગોને અથવા ગૃહી – લિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)જનો એમ કહે છે કે ‘આ (બાહ્ય) લિંગ મોક્ષમાર્ગ છે.’ પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને દર્શન – જ્ઞાન – ચારિત્રને જ સેવે છે.
જેઓ બહુ પ્રકારનાં મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમકાર કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને નથી જાણ્યો.
જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ ‘અનાદિરૂઢ’ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં