Samadhitantra (Gujarati). Gatha: 90.

< Previous Page   Next Page >


Page 140 of 170
PDF/HTML Page 169 of 199

 

સમાધિતંત્ર૧૫૩

तत्प्रदप्राप्यर्थं जात्यादिविशिष्टे शरीरे निर्ममत्वसिद्धयर्थं भोगेभ्यो व्यावृत्त्यापि पुनर्मोहवशाच्छशरीर एवानुबन्धं प्रकुर्वन्तीत्याह

यत्त्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्राप्तये
प्रीति तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ।।९०।।

टीकायस्य शरीरस्य त्यागाय निर्ममत्वाय भोगेभ्यः स्रग्वनितादिभ्यो निवर्तन्ते तथा यदवाप्तये यस्य परमवीतरागत्वस्यावाप्तये प्राप्तिनिमित्तं भोगेभ्यो निवर्तन्ते प्रीतिमनुबन्धं तत्रैव शरीरे एव कुर्वन्ति द्वेषं पुनरन्यत्र परमवीतरागत्वे के ते ? मोहिनो मोहवन्तः ।।९०।। મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતાઅનુભવતા નથી.’’ ૮૯.

તે પદની પ્રાપ્તિ અર્થે જાતિ આદિ વિશિષ્ટ શરીરમાં નિર્મમત્વની સિદ્ધિ માટે ભોગોથી વ્યાવૃત્ત થઈને (પાછો હઠીને) પણ ફરીથી મોહવશ શરીરમાં જ અનુબંધ (અનુરાગ) કરે છે તે કહે છેઃ

શ્લોક ૯૦

અન્વયાર્થ :(यत्त्यागाय) જેના (શરીરના) ત્યાગ માટે અર્થાત્ જેનાથી મમત્વ હઠાવવા માટે અને (यद् अवाप्तये) જેને (પરમ વીતરાગપદને) પ્રાપ્ત કરવા માટે (भोगेभ्यः) ઇન્દ્રિયોના ભોગોથી (निवर्तन्ते) નિવૃત્તિ પામે છે (तत्र एव) તેમાં જ એટલે શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાં જ (मोहिनः) મોહી જીવો (प्रीतिं कुर्वन्ति) પ્રીતિ કરે છે અને (अन्यत्र) બીજે એટલે વીતરાગ પદ ઉપર (द्वेषं कुर्वन्ति) દ્વેષ કરે છે.

ટીકા :શરીરના ત્યાગ માટે અર્થાત્ તેમાં નિર્મમત્વ માટે ભોગોથી એટલે માળા વનિતાદિથી નિવૃત્ત થાય છે (પાછા હઠે છે) તથા જેની પ્રાપ્તિ માટે અર્થાત્ જે પરમ વીતરાગતા, તેની પ્રાપ્તિ માટે એટલે પ્રાપ્તિ નિમિત્તે ભોગોથી નિવૃત્ત થાય છે; તેમાં જ એટલે આ બદ્ધ શરીરમાં પ્રીતિ એટલે અનુબંધ કરે છે અને બીજે અર્થાત્ પરમ વીતરાગતા ઉપર ૧. શ્રી સમયસાર-ગાથા-૪૦૮, ૪૦૯, ૪૧૩ અને ટીકા.

જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ;
ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. ૯૦.