૧૫૬સમાધિતંત્ર
टीका — दृष्टभेदः पंग्बन्धयोः प्रतिपन्नभेदः पुरुषो यथा पंगोर्दष्टिमन्धे न योजयेत् । तथा आत्मनो दृष्टिं देहे न योजयेत् । कोऽसौ ? दृष्टात्मा देहाद्भेदेन प्रतिपन्नात्मा ।।९२।।
बहिरन्तरात्मनोः काऽवस्था भ्रान्तिः का वाऽभ्रान्तिरित्याह — (दृष्टात्मा) આત્માને શરીરાદિથી ભિન્ન અનુભવનાર અન્તરાત્મા (आत्मनः दृष्टिं) આત્માની દ્રષ્ટિને – તેના જ્ઞાન – દર્શન – સ્વભાવને – (देहे) દેહમાં (न योजयेत्) આરોપતો નથી – અર્થાત્ દેહ સાથે એકરૂપ કરતો નથી.
ટીકા : — ભેદ જાણનાર અર્થાત્ લંગડા અને અંધનો ભેદ (તફાવત) જાણનાર પુરુષ, જેમ લંગડાની દ્રષ્ટિને અંધમાં યોજતો (આરોપતો) નથી, તેમ તે આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપતો નથી. કોણ તે? દ્રષ્ટાત્મા – અર્થાત્ જેણે દેહથી ભેદ કરીને આત્મા જાણ્યો છે તે (અંતરાત્મા).
ભાવાર્થ : — જે આંધળા અને લંગડાનો ભેદ બરાબર જાણે છે, તે બંનેના સંયોગના કારણે ભ્રમમાં પડી લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપતો નથી – અર્થાત્ આંધળાને દ્રષ્ટિહીન અને લંગડાને દ્રષ્ટિવાન સમજે છે; તેવી રીતે ભેદજ્ઞાની અન્તરાત્મા, આત્મા અને શરીરના સંયોગસંબંધથી ભ્રમમાં પડી કદી પણ શરીરમાં આત્માની કલ્પના કરતો નથી, અર્થાત્ તે શરીરને ચેતનારહિત જડ અને આત્માને જ્ઞાન – દર્શનસ્વરૂપ જ સમજે છે.
આત્મા અને શરીરનો એકક્ષેત્રાવગાહ સંબંધ હોવા છતાં ઉપયોગરૂપ લક્ષણથી આત્મા પરખાય છે; જેમ સોના – રૂપાનો એકપણારૂપ સંબંધ હોવા છતાં, તેમના વર્ણાદિ દ્વારા તે બંને ભિન્ન ભિન્ન પારખી શકાય છે તેમ.૧
અન્તરાત્માને શરીર અને આત્માના લક્ષણોનું બરાબર જ્ઞાન છે, તેથી તે બંનેને એકરૂપ અથવા એકને બીજારૂપ માનતો નથી. ૯૨.
બહિરાત્મા અને અન્તરાત્માની અવસ્થા ભ્રાન્તિરૂપ છે અને કઈ અભ્રાન્તિરૂપ છે તે કહે છેઃ — ૧. સર્વાર્થસિદ્ધિ – અ. ૨/સૂત્ર ૮ની સં. ટીકા.