टीका — सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमः प्रतिभासते । केषाम् ? अनात्मदर्शिनां यथा – वदात्मस्वरूपपरिज्ञानरहितानां बहिरात्मनाम् । आत्मदर्शिनोऽन्तरात्मनः पुनरक्षीणदोषस्य मोहाक्रान्तस्य बहिरात्मनः सम्बंधिन्यः सर्वावस्थाः सुप्तोन्मत्ताद्यवस्थावत् जाग्रत्प्रबुद्धानुन्मत्ताद्यवस्थाऽपि विभ्रमः प्रतिभासते यथावद्वस्तुप्रतिभासाभावात् । अथवासुप्तोन्मत्ताद्यवस्थैव एवकारोऽपिशब्दार्थे तेन सुप्तोन्मत्ताद्यवस्थाऽपि न विभ्रमः । केषाम् ? आत्मदर्शिनां दृढतराभ्यासात्तदवस्थायामपि आत्मनि
અન્વયાર્થ : — (अनात्मदर्शिनाम्) જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માઓને, (सुप्तोन्मत्तादि अवस्था एव) સુપ્ત અવસ્થા અને ઉન્મત્તાદિ અવસ્થા જ (विभ्रमः) વિભ્રમરૂપ લાગે છે, પરંતુ (आत्मदर्शिनः) આત્માનુભવી અન્તરાત્માને, (अक्षीणदोषस्य) મિથ્યાત્વાદિ દોષો જેના ક્ષીણ થયા નથી તેવા બહિરાત્માની (सर्वावस्थाः) બધીય અવસ્થાઓ (विभ्रमः) વિભ્રમરૂપ લાગે છે.
ટીકા : — સુપ્ત અને ઉન્મત્તાદિ અવસ્થા જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને? આત્મસ્વરૂપ નહિ જાણનારાઓને – અર્થાત્ આત્મસ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી રહિત બહિરાત્માઓને, આત્મદર્શીને એટલે અંતરાત્માને, અક્ષીણ દોષવાળા એટલે જેના દોષ ક્ષીણ થયા નથી તેવા મોહથી ઘેરાએલા બહિરાત્મા સંબંધીની સર્વ અવસ્થાઓ – જાગ્રત, પ્રબદ્ધ, અનુન્મત્તાદિ અવસ્થા પણ સુપ્ત, ઉન્મત્તાદિ અવસ્થાની જેમ, વિભ્રમરૂપ પ્રતિભાસે છે; કારણ કે તેને (બહિરાત્માઓને) યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે;
અથવા સુપ્ત ઉન્મત્તાદિ અવસ્થા પણ (અહીં एव શબ્દ अपिના અર્થમાં છે) વિભ્રમરૂપ (ભાસતી નથી). કોની? આત્મદર્શીઓની, કારણ કે દ્રઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ તેમને આત્મા વિષે અવિપર્યાસ (અવિપરીતતા) હોય છે અને સ્વરૂપ – સંવેદનમાં વૈકલ્યનો (ચ્યુતિનો) અભાવ હોય છે.