Samadhitantra (Gujarati). Gatha: 95.

< Previous Page   Next Page >


Page 147 of 170
PDF/HTML Page 176 of 199

 

૧૬૦સમાધિતંત્ર मुच्यते विशिष्टां कर्मनिर्जरां करोति दृढतराभ्यासात्सुप्ताद्यवस्थायामप्यात्मस्वरूपसंवित्त्यवैकल्यात् ।।९४।।

कुतस्तदा तदवैकल्यमित्याह
यत्रैवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते
यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ।।९५।।

જે જ્ઞાતાત્મા છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે (અનુભવ્યું છે) તે સુપ્ત અને ઉન્મત્ત હોવા છતાં મુક્ત થાય છેવિશિષ્ટ કર્મનિર્જરા કરે છે, કારણ કે તેને દ્રઢતર અભ્યાસને લીધે સુપ્તાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપના સંવેદનમાં વૈકલ્ય (ચ્યુતિ) હોતું નથી.

ભાવાર્થ :જેને શરીરમાં આત્મબુદ્ધિ છેજે શરીરને જ આત્મા માને છે એટલે કે શરીરની ક્રિયા આત્મા કરે છે એવું માને છેતે ભલે સર્વ શાસ્ત્રોનો જાણકાર હોય અને જાગૃતાવસ્થામાં (સભાન અવસ્થામાં) હોય, તો પણ ભેદવિજ્ઞાનના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે અને આત્મસ્વરૂપના અનુભવનો દ્રઢતર અભ્યાસ છે તેવો અન્તરાત્મા, નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં વિશિષ્ટ પ્રકારે કર્મોની નિર્જરા કરે છે કારણ કે તેને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણમન છે. આ કર્મનિર્જરા તેની મુક્તિના કારણરૂપ બને છે.

વિશેષ

અજ્ઞાની જીવને અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોય, પોતાના શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે, પ્રશંસાને પાત્ર બને, પણ જો તે આત્મજ્ઞાનશૂન્ય હોય તો તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથીબાધક છે. ગધેડા ઉપર લાદેલાં શાસ્ત્રોના બોજા સમાન તે જ્ઞાન તેને બોજારૂપ છે. ૯૪.

(સુપ્તાદિ અવસ્થાઓમાં પણ) તે અવૈકલ્ય (અચ્યુતિ) શા કારણે હોય છે? તે કહે છેઃ

શ્લોક ૯૫

અન્વયાર્થ :(यत्र एव) જ્યાં જ એટલે જે કોઈ વિષયમાં જ (पुंसः) પુરુષની

જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત;
થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૯૫.