टीका — यत्रैव यस्मिन्नेव विषये आहितधीः दत्तावधाना बुद्धिः । ‘‘यत्रात्महितधीरिति च पाठः यत्रात्मनो हितमुपकारस्तत्राहितधीर्बुद्धिरिति’’ स हितमुपकारक इति बुद्धिः । कस्य ? पुंसः । श्रद्धा रुचिस्तस्य तत्रैव तस्मिन्नेव विषये जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते आसक्तं भवति ।।९५।। (आहितधीः) દત્તાવધાનરૂપ બુદ્ધિ હોય છે, (तत्र एव) ત્યાં જ એટલે તે વિષયમાં જ તેને (श्रद्धा जायते) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને (यत्र एव) જ્યાં જ એટલે જે વિષયમાં શ્રદ્ધા (श्रद्धा जायते) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે (तत्र एव) ત્યાં જ એટલે તે વિષયમાં જ (चित्तं लीयते) તેનું ચિત્ત લીન (તન્મય) થઈ જાય છે.
ટીકા : — જ્યાં જ એટલે જે વિષયમાં જ બુદ્ધિ લાગે છે અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ (લગ્ન) હોય છે – ‘‘यत्रात्महितधीरिति’ એવો પણ પાઠ છે, (તેનો અર્થ એ છે કે) જ્યાં આત્મહિતની બુદ્ધિ છે અર્થાત્ જ્યાં આત્માનું હિત – ઉપકાર હોય છે એટલે જ્યાં ‘તે હિતકર – ઉપકારક છે’ એવી બુદ્ધિ હોય છે ત્યાં ધી એટલે બુદ્ધિ (લાગે છે.) કોની? પુરુષની. તેની શ્રદ્ધા – રુચિ ત્યાં જ એટલે તે વિષયમાં જ ઉત્પન્ન થાય છે. જ્યાં જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં જ ચિત્ત લીન થાય છે – આસક્ત થાય છે.
ભાવાર્થ : — જે વિષયમાં કોઈ પુરુષની બુદ્ધિ સાવધાનીપૂર્વક લાગી રહે છે, અર્થાત્ જે વિષય તેને હિતકર કે ઉપકારક લાગે છે, તેમાં તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને જ્યાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં ચિત્ત લીન થઈ જાય છે. ચિત્તની આ લીનતા જ સુપ્ત – ઉન્મત્ત અવસ્થામાં પણ પુરુષને તે વિષયથી હઠાવી શકતી નથી, અર્થાત્ તે પુરુષ તે વિષયથી ચ્યુત થતો નથી, તેમાં લીન રહે છે.
ભેદ – વિજ્ઞાન દ્વારા શ્રદ્ધાપૂર્વક આત્મસ્વરૂપના જે સંસ્કારો જામ્યા છે તેનું બળ કોઈ પણ અવસ્થામાં – જાગૃત, સુપ્ત કે ઉન્મત્ત અવસ્થામાં ચાલુ રહ્યા વિના રહેતું નથી; તેથી આત્માર્થીએ ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપના સંવેદન માટે આત્મરુચિપૂર્વક એવો અવિરત પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આત્મશ્રદ્ધામાં બાહ્ય કોઈપણ પરિસ્થિતિ વિઘ્નરૂપ થાય નહિ કે ચ્યુત કરે નહિ. જેમ – જેમ સ્વ - પર પદાર્થોના ભેદવિજ્ઞાન દ્વારા આત્માનું ઉત્તમ સ્વરૂપ, સંવેદનમાં વિકસિત થતું જાય છે, તેમ તેમ સહજ પ્રાપ્ત રમણીય પંચેન્દ્રિયના વિષયો પણ રુચતા નથી, અર્થાત્ તેમના પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.૧ ૯૫. १. यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।