૧૬૨સમાધિતંત્ર
टीका — यत्र यस्मिन्विषये अनाहितधीरदत्तावधाना बुद्धिः । ‘‘यत्रैवाहितधीरिति च पाठः यत्र च अहितधीरनुपकारकबुद्धिः ।’’ कस्य ? पुंसः । तस्माद्विषयात्सकाशात् श्रद्धा निवर्तते । यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः तस्मिन् विषये लय आसक्तिस्तल्लयः कुतो नैव कुतश्चिदपि ।।९६।।
વળી ચિત્ત ક્યાં અનાસક્ત હોય છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्र) જ્યાં એટલે જે વિષયમાં (पुंसः) પુરુષની (अनाहित धीः) બુદ્ધિ સાવધાનરૂપ હોતી નથી, (तस्मात्) તેનાથી (श्रद्धा) શ્રદ્ધા, (निवर्तते) હઠી જાય છે – ઊઠી જાય છે; અને (यस्मात्) જેનાથી (श्रद्धा) શ્રદ્ધા (निवर्तते) હઠી જાય છે તે વિષયમાં (चित्तस्य) ચિત્તની (तल्लयः कुतः) લીનતા કેવી રીતે હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ.
ટીકા : — જ્યાં એટલે જે વિષયમાં બુદ્ધિ સંલગ્ન હોતી નથી અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ હોતી નથી, – ‘यत्रैवाहितधीरिति’ એવો પણ પાઠ છે, તેનો અર્થ એ છે કે – જ્યાં અહિત બુદ્ધિ એટલે અનુપકારક બુદ્ધિ હોય છે – કોની? પુરુષની, તે વિષયથી શ્રદ્ધા પાછી ફરે છે. જેનાથી શ્રદ્ધા પાછી ફરે, તે વિષયમાં ચિત્તની લીનતા કેમ હોઈ શકે? તે વિષયમાં ચિત્તનો લય એટલે આસક્તિ ક્યાંથી થાય? ક્યાંયથી પણ નહિ.
ભાવાર્થ : — જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેને રુચિ ઉત્પન્ન થતી નથી અને જે વસ્તુમાં રુચિ ન હોય તે વસ્તુમાં તેનું મન કેવી રીતે લાગે? ન જ લાગે.
અજ્ઞાની જીવોને ઇન્દ્રિયોના વિષયો ઇષ્ટ લાગે છે – હિતકારી લાગે છે, તેથી તેમની રુચિ તેમાં ઉત્પન્ન થાય છે અને મન તેમાં લાગે છે; જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી, પણ તે પ્રત્યેનો રાગ અનિષ્ટ – અહિતકારી લાગે છે, તેથી તેની રુચિ તે તરફથી હઠે છે અને તેમાં મન લાગતું નથી. તે વિષયો પ્રત્યે ઉદાસીન રહે છે.