Samadhitantra (Gujarati). Gatha: 97.

< Previous Page   Next Page >


Page 150 of 170
PDF/HTML Page 179 of 199

 

સમાધિતંત્ર૧૬૩

यत्र च चित्तं विलीयते तद्ध्येयं भिन्ननभिन्नं च भवति, तत्र भिन्नात्मनि, ध्येये फलमुपदर्शयन्नाह

भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः
वर्तिर्दीपं यथोपास्य भिन्ना भवति तादृशी ।।९७।।

टीकाभिन्नात्मानमाराधकात् पृथग्भूतमात्मानमर्हत्सिद्धरूपं उपास्याराध्य आत्मा आराधकः पुरुषः परः परमात्मा भवति तादृशोऽर्हत्सिद्धस्वरूपसदृशः अत्रैवार्थे दृष्टान्तमाह वर्तिरित्यादि दीपाद्भिन्ना वर्तिर्यथा दीपमुपास्य प्राप्य तादृशी भवति दीपरूपा भवति ।।९७।।

વિશેષ

જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રુચિ હઠતી જાય છેઘટતી જાય છે, તેમ તેમ શુદ્ધ આત્મસ્વરૂપ સ્વાનુભવમાં આવતું જાય છેસ્વસંવેદનનો વિષય બનતો જાય છે. ૯૬.

જેમાં ચિત્ત લીન થાય છે, તે ધ્યેય ભિન્ન તથા અભિન્ન (એમ બે પ્રકારે) હોય છે; ત્યાં ભિન્નાત્મરૂપ ધ્યેયનું ફલ દર્શાવી કહે છેઃ

શ્લોક ૯૭

અન્વયાર્થ :(आत्मा) આત્મા (भिन्नात्मानं) પોતાનાથી ભિન્ન આત્માની (उपास्य) ઉપાસના કરીને (तादृशः) તેના સમાન (परः भवति) પરમાત્મા થાય છે. (यथा) જેમ (भिन्नावर्तिः) દીપકથી ભિન્ન બત્તી (વાટ) (दीपं उपास्य) દીપકની ઉપાસના કરીને (તેને પામીને) (तादृशी) તેના જેવીદીપકસ્વરૂપ (भवति) થઈ જાય છે તેમ.

ટીકા :ભિન્ન આત્માની એટલે આરાધકથી પૃથક્ભૂત અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરીઆરાધના કરી, આત્મા એટલે આરાધક પુરુષ, તેવો એટલે અર્હત્સિદ્ધસ્વરૂપ સમાન, પર એટલે પરમાત્મા થાય છે. અહીં તે જ અર્થનું દ્રષ્ટાન્ત કહે છેવાટ ઇત્યાદિ १. यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि

तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।।३८।। (ઇષ્ટોપદેશ-શ્લોક ૩૮)
ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય;
ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. ૯૭.
૨૩