૧૬૬સમાધિતંત્ર
સમ્યગ્દ્રષ્ટિ જ્યારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય — એવો ભેદ રહેતો નથી, વચન કે અન્ય વિકલ્પ હોતા નથી. ત્યાં (આત્મધ્યાનમાં) તો આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્માનો ભાવ તે ક્રિયા હોય છે – અર્થાત્ કર્તા, કર્મ અને ક્રિયા – તે ત્રણે તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે; શુદ્ધોપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર પણ એકસાથે એકરૂપ થઈને પ્રકાશે છે.૧
આ શ્લોકમાં આચાર્યદેવે એ બતાવ્યું છે કે – પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજી, અર્હંતાદિની ઉપાસનાના રાગથી પરાઙ્મુખ થઈ, સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માની – પરમ પારિણામિક કારણ પરમાત્માની – જ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. દરેક જીવમાં દ્રવ્યદ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. જો તે જિનોપદેશાનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે, તો તે શક્તિને સંપૂર્ણપણે વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે. ૯૮.
ઉક્ત અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (इति) ઉક્ત પ્રકારે (इदं) ભેદ – અભેદરૂપ આત્મસ્વરૂપની (नित्यं) નિરન્તર (भावयेत्) ભાવના ભાવવી. એમ કરવાથી (तत्) તે (अवाचां गोचरं पदं) અનિર્વચનીય પરમાત્મપદને (स्वतः एव) સ્વતઃ જ – પોતાની મેળે જ આ જીવ (आप्नोति) પ્રાપ્ત કરે છે. (यतः) જે પદથી (पुनः) ફરીથી તે (न आवर्तते) પાછો આવતો નથી. ૧.જહઁ ધ્યાન – ધ્યાતા – ધ્યેય કો ન વિકલ્પ વચ – ભેદ ન જહાઁ,
તીનોં અભિન્ન અખિન્ન શુધ ઉપયોગ કી નિશ્ચલ દશા,
પ્રગટી જહાઁ દ્રગ – જ્ઞાન – વ્રત યે તીનધા એકૈ લસા.