इति एवमुक्तप्रकारेण इदं भिन्नमभिन्नं चात्मस्वरूपं भावयेत् नित्यं सर्वदा । ततः किं भवति ? आप्नोति । किं ? तत्पदं मोक्षस्थानं । कथम्भूतं ? अवाचां गोचरं वचनैरनिर्देश्यं । कथं तत्प्राप्नोति ? स्वतः एव आत्मनैव परमार्थतो न पुनर्गुर्वादिबाह्यनिमित्तात् । यतः प्राप्तात् तत्पदान्नावर्तते संसारे पुनर्न भ्रमति ।।९९।।
ટીકા : — આ પ્રમાણે એટલે ઉક્ત પ્રકારે આ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની, નિત્ય એટલે સર્વદા, ભાવના કરવી. તેથી શું થાય છે? તે પદ – મોક્ષસ્થાન (પ્રાપ્ત થાય છે). તે (પદ) કેવું છે? વાણીને અગોચર એટલે વચનો દ્વારા કહી શકાય નહિ તેવું (અનિર્વચનીય) છે. તે કેવી રીતે પ્રાપ્ત કરે છે? પરમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ) – આત્માથી જ (પ્રાપ્ત કરે છે) પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્ત વડે નહિ; જ્યાંથી એટલે પ્રાપ્ત થયેલા તે પદથી (મોક્ષસ્થાનેથી) તે પાછો આવતો નથી – અર્થાત્ ફરીથી સંસારમાં ભમતો નથી.
ભાવાર્થ : — સાધકને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનો આશ્રય અને સવિકલ્પ દશામાં અર્હંતાદિની ઉપાસનાદિ હોય છે. ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે અને ભગવાનની ઉપાસનાદિરૂપ વ્યવહાર ઘટતો જાય છે. પોતાના આત્માની ઉપાસના પૂર્ણ થતાં ભગવાનની ઉપાસનારૂપ વિકલ્પનો પણ અભાવ થાય છે. તેનું નામ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની નિત્ય ભાવના કરવી એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે વીતરાગતા પૂર્ણ થતાં કેવળજ્ઞાન પામી જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે અને મોક્ષસ્થાન પામ્યા પછી જીવ કદી સંસારમાં પાછો આવતો નથી; કેમ કે તેને રાગનો સર્વથા અભાવ વર્તે છે. રાગ વિના સંસાર અર્થાત્ ભવભ્રમણ – જન્મ
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેમણે આત્માનો પૂર્ણ વિકાસ સાધ્યો છે તેવા અર્હન્ત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણી તદ્રૂપ થવાની ભાવનામાં મગ્ન રહેવું, અને પછી પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો સદા દ્રઢ અભ્યાસ કરવો. એમ કરવાથી વચનાતીત અતીન્દ્રિય પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. તે પદ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં ફરીથી જન્મ લેવો પડતો નથી. સદાને માટે સંસારના સર્વ પ્રકારનાં દુઃખોથી છૂટકારો થાય છે અને તે સદા જ્ઞાનાનન્દમાં મગ્ન રહે છે.
પ્રસ્તુત શ્લોકમાં ‘स्वतः एव’ શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે પરમાત્મપદની પ્રાપ્તિ પોતનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન આદિની ઉપાસના, દિવ્ય – ધ્વનિ, ગુરુના ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં નિમિત્તોથી નિરપેક્ષપણે