Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 199

 

સમાધિતંત્ર

अथोक्तप्रकारसिद्धस्वरूपस्य तत्प्राप्त्युपायस्य चोपदेष्टारं सकलात्मानमिष्टदेवताविशेषं स्तोतुमाह સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ, તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો......’’

પ્રશ્નઃ પંચપરમેષ્ઠીમાં પહેલા અરિહંત દેવ છે; તો તેમના બદલે અહીં સિદ્ધ ભગવાનને પ્રથમ નમસ્કાર કેમ કર્યા?

ઉત્તરઃ સિદ્ધ દશા તે આત્માનું પરમ ધ્યેય છે. તે જ આત્માને ઇષ્ટ છે. ગ્રન્થકર્તા વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના છે, તેથી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી કર્તાએ ગ્રન્થની શરૂઆત કરી છે. જેને જે ગુણની પ્રાપ્તિની ભાવના હોય તે તે ગુણધારીનું બહુમાન કરી તેને નમસ્કાર કરે એ સ્વાભાવિક છે. જેમ ધનુર્વિદ્યાની પ્રાપ્તિનો અભિલાષી પુરુષ ધનુર્વિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ સિદ્ધપદની પ્રાપ્તિની ભાવનાવાળો જીવ, સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને શુદ્ધાત્માનો આદર કરે છે.

વળી આ અધ્યાત્મ શાસ્ત્ર છે તેથી તેમાં પ્રથમ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવા તે ઉચિત છે.

શ્રી કુન્દકુન્દાચાર્યે પણ શ્રી સમયસારની શરૂઆત કરતાં પ્રથમ ‘‘वंदित्तु सव्वसिद्धे.......’ કહીને સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા છે.

અરહંતાદિને એકદેશ સિદ્ધપણું પ્રગટ થયું છે, માટે સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરતાં પંચપરમેષ્ઠી ભગવંતોને પણ તેમાં નમસ્કાર આવી જાય છે.

આ કારણથી શાસ્ત્રકર્તાએ મંગલાચરણમાં પ્રથમ સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. ૧. હવે ઉક્ત પ્રકારના સિદ્ધસ્વરૂપના તથા તેની પ્રાપ્તિના ઉપાયના ઉપદેશદાતા ઇષ્ટદેવતા વિશેષ ‘સકલાત્મની’ (અરહંત ભગવાનની) સ્તુતિ કરતાં કહે છેઃ ૧. જુઓઃ બૃ. દ્રવ્યસંગ્રહ-ગાથા ૧ની ટીકા.