Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 199

 

સમાધિતંત્ર

विष्णवे केवलज्ञानेनाशेषवस्तुव्यापकाय जिनाय अनेकभवगहनप्रापहेतून् कर्मारातीन् जयतीति जिनस्तस्मै सकलात्मे सह कलया शरीरेण वर्तत इति सकलः सचासावात्मा च तस्मै नमः ।।।। કર્યું છે તેવા સુગતને, ‘વિષ્ણુનેજેઓ કેવળજ્ઞાન દ્વારા અશેષ (સમસ્ત) વસ્તુઓમાં વ્યાપક છે એવાને, ‘જિને’અનેક ભવરૂપી અરણ્યને (વનને) પ્રાપ્ત કરાવવાના કારણભૂત કર્મશત્રુઓને જેમણે જીત્યા છે તે જિનનેએવા સકલાત્માનેકલ એટલે શરીર સહિત જે વર્તે છે તે સકલ; અને સકલ અર્થાત્ સશરીર આત્મા તે ‘સકલાત્મા’તેમને નમસ્કાર હો! (૨)

ભાવાર્થ : જેઓ તીર્થંકર છે, શિવ છે, વિધાતા છે, સુગત છે, વિષ્ણુ છે તથા સમવરણાદિ વૈભવ સહિત છે અને ભવ્ય જીવોને કલ્યાણરૂપ જેમની દિવ્ય વાણી (દિવ્ય ધ્વનિ) મુખેથી નહિ પણ સર્વાંગેથી ઇચ્છા વગર છૂટે છે અને જયવંત વર્તે છે તે સશરીર શુદ્ધાત્માને અર્થાત્ જીવનમુક્ત અરહંત પરમાત્માને અહીં નમસ્કાર કર્યા છે.

આ પણ માંગલિક શ્લોક છે. તેમાં ગ્રન્થકારે શ્રી અરહંત ભગવાનને અને તેમની દિવ્ય ધ્વનિને નમસ્કાર કર્યા છે.

શ્રી અરહંત દેવ કેવા છે?

તાળુઓષ્ઠ વગેરેની ક્રિયારહિત અને ઇચ્છારહિત તેમની વાણી જયવંત વર્તે છે, તેઓ તીર્થના કર્તા છે અર્થાત્ જીવોને મોક્ષનો માર્ગ બતાવનારા છેહિતોપદેશી છે, તેમને મોહના અભાવને લીધે કોઈ પણ પ્રકારની ઇચ્છા શેષ રહી નથી અર્થાત્ તેઓ વીતરાગ છે અને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયાં કર્મોનો નાશ થવાથી તેમને અનંતજ્ઞાનાદિ ગુણો પ્રગટ થયા છે અર્થાત્ તેઓ ‘સર્વજ્ઞ’ છે.

વળી તેઓ શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલાત્મા છે. આ બધાં તેમનાં ગુણવાચક નામો છે.

ભગવાનની વાણી કેવી છે?

તે દિવ્ય વાણી છે. તે ભગવાનના સર્વાંગેથી ઇચ્છા વિના છૂટે છે, સર્વ પ્રાણીઓને હિતરૂપ છે અને નિરક્ષરી છે.

વળી ભગવાનના દિવ્યધ્વનિને દેવ, મનુષ્ય, તિર્યંચાદિ સર્વ જીવો પોતપોતાની ભાષામાં १. विश्वं हि द्रव्यपर्यायं विश्वं त्रैलोक्यगोचरम्

व्याप्तं ज्ञानत्विषा येन स विष्णुर्व्यापको जगत् ।।।।—(आप्तस्वरूपः)

२. रागद्वेषादयो येन जिताः कर्म-महाभटाः

कालचक्रविनिर्मुक्तंः स जिनः परिकीर्तितः ।।२१।।—(आप्तस्वरूपः)