Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 199

 

સમાધિતંત્ર૧૧

टीकाअथ इष्टदेवतानमस्कारकरणानन्तरं अभिधास्ये कथयिष्ये कं ? विविक्तमात्मानं कर्ममलरहितं जीवस्वरूपं कथभिधास्ये ? यथात्मशक्ति आत्मशक्तेरनतिक्रमेण किं कृत्वा ? समीक्ष्य तथाभूतमात्मानं सम्यग्ज्ञात्वा केन ? श्रुतेन

‘‘एगो मे सासओ आदा णाणदंसणलक्खणो
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा’’ ।।

इत्याद्यागमेन तथा लिंगेन हेतुना तथा हिशरीरादिरात्मभिन्नोभिन्नलक्षणलक्षितत्त्वात् ययोर्भिन्नलक्षणलक्षितत्वं तयोर्भेदो यथाजलानलयोः भिन्नलक्षणलक्षितत्वं चात्मशरीरयोरिति चानयोर्भिन्नलक्षणलक्षितत्वमप्रसिद्धम् आत्मनः उपयोगस्वरूपोपलक्षितत्वात्शरीरादेस्तद्विपरीतत्त्वात् समाहितान्तः करणेन समाहितमेकाग्रीभूतं तच्च तदन्तःकरणं च मनस्तेन सम्यक्समीक्ष्य આચાર્ય (विविक्तं आत्मानं) પરથી ભિન્ન એવા આત્માના શુદ્ધસ્વરૂપને (श्रुतेन) શ્રુતદ્વારા (लिंगेन) અનુમાન અને હેતુદ્વારા, (समाहितान्तः करणेन) એકાગ્ર મનદ્વારા (सम्यक्समीक्ष्य) સમ્યક્ પ્રકારે જાણીનેઅનુભવીને (कैवल्यसुखस्पृहाणां) કેવલ્યપદવિષયક અથવા નિર્મલ અતીન્દ્રિયસુખની ભાવનાવાળાઓને (यथाशक्ति) શક્તિ અનુસાર (अभिधास्ये) કહીશ.

ટીકા : હવે ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા પછી હું કહીશ. શું (કહીશ)? વિવિક્ત આત્માને અર્થાત્ કર્મમલરહિત જીવસ્વરૂપને (કહીશ). કેવી રીતે કહીશ? યથાશક્તિ આત્મશક્તિનું ઉલ્લંઘન કર્યા વગરકહીશ. શું કરીને (કહીશ)? સમીક્ષા કરીને અર્થાત્ તેવા આત્માને (વિવિક્ત આત્માને) સમ્યક્ પ્રકારે જાણીને (કહીશ). શા વડે (કયા સાધન વડે)? શ્રુતદ્વારા

‘‘જ્ઞાનદર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.’’ ઇત્યાદિ આગમદ્વારા તથા લિંગ અર્થાત્ હેતુદ્વારા (કહીશ). તે આ પ્રમાણેઃ

શરીરાદિ આત્માથી ભિન્ન છે, કારણ કે તેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે. જેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે, તેઓ બંને (એકબીજાથી) ભિન્ન છે; જેમ જલ અને અગ્નિ (એક બીજાથી) ભિન્ન છે તેમ. આત્મા અને શરીર (બંને) ભિન્ન લક્ષણોથી લક્ષિત છે અને તે બંનેનું ભિન્ન લક્ષણોથી લક્ષિતપણું અપ્રસિદ્ધ નથી (અર્થાત્ પ્રસિદ્ધ છે). કારણ કે આત્મા ઉપયોગસ્વરૂપથી ઉપલક્ષિત છે અને શરીરાદિક તેનાથી વિપરીત લક્ષણવાળાં છે.

સમાહિત અન્તઃકરણથીસમાહિત એટલે એકાગ્ર થયેલા અને અંતઃકરણ એટલે