૧૨સમાધિતંત્ર सम्यग्ज्ञात्वा अनुभूयेत्यर्थः । केषां तथा भूतमात्मानमभिधास्ये ? कैवल्यसुखस्पृहाणां कैवल्ये सकलकर्मरहितत्त्वे सति सुखं तत्र स्पृहा अभिलाषो येषां, कैवल्ये विषयाप्रभवे वा सुखे; कैवल्यसुखयो स्पृहा येषाम् ।।३।। મન – એકાગ્ર થયેલા મન વડે, સમ્યક્પ્રકારે સમીક્ષા કરીને – (વિવિક્ત આત્માને) જાણીને – અનુભવીને (કહીશ) એવો અર્થ છે. હું કોને તેવા પ્રકારના આત્માને કહીશ? કૈવલ્ય સુખની સ્પૃહાવાળાઓને – કૈવલ્ય અર્થાત્ સકલ કર્મોથી રહિત થતાં જે સુખ (ઊપજે) તેની સ્પૃહા (અભિલાષા) કરનારાઓને – (કહીશ). કૈવલ્ય અર્થાત્ વિષયોથી ઉત્પન્ન નહિ થયેલા એવા સુખની – અથવા કૈવલ્ય અને સુખની – સ્પૃહાવાળાઓને (કહીશ). (૩)
ભાવાર્થ : શ્રી પૂજ્યપાદ સ્વામી પ્રતિજ્ઞારૂપે કહે છે કે, ‘હું શ્રુત વડે, યુક્તિઅનુમાન વડે અને ચિત્તની એકાગ્રતા વડે શુદ્ધાત્માને યથાર્થ જાણીને તથા તેનો અનુભવ કરીને, નિર્મળ અતીન્દ્રિય સુખની ભાવનાવાળા ભવ્ય જીવોને મારી શક્તિ અનુસાર શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
કહ્યું છે કેઃ —
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ પરિણમેલો આત્મા જાણે છે કે – ‘નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પર દ્રવ્ય – પરમાણુમાત્ર પણ મારું નથી. એ નિશ્ચય છે.’૧
શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન છે કારણ કે તે બંનેનાં લક્ષણ૨ ભિન્ન ભિન્ન છે. આત્મા જ્ઞાન – દર્શન લક્ષણવાળો છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ લક્ષણવાળાં છે – અર્થાત્ અચેતન જડ છે. જેમનાં લક્ષણ ભિન્ન ભિન્ન હોય છે તે બધાં એકબીજાથી ભિન્ન હોય ૧. શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૩૮ ૨. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. (જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા)