Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 199

 

સમાધિતંત્ર૧૩

कतिभेदः पुनरात्मा भवति ? येन विविक्तमात्मानमिति विशेष उच्यते तत्र कुतः છે; જેમ કે જલનું લક્ષણ શીતલપણું અને અગ્નિનું લક્ષણ ઉષ્ણપણું છે. એમ બંનેના લક્ષણ ભિન્ન છે, તેથી જલથી અગ્નિ ભિન્ન છે.

જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેનાં પીળાશાદિ લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લાદિ લક્ષણ વડેબંને જુદાં છેએમ જાણી શકાય છે, તેમ જીવ અને કર્મનોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં તેમનાં લક્ષણો વડે તેઓ એકબીજાથી ભિન્ન જાણી શકાય છે.

વળી અંતરંગ રાગદ્વેષાદિ વિકારી પરિણામો પણ વાસ્તવમાં આત્માના જ્ઞાન લક્ષણથી ભિન્ન છે, કારણ કે રાગદ્વેષાદિ ભાવો ક્ષણિક અને આકુળતા લક્ષણવાળા છે; તે સ્વ પરને જાણતા નથી; જ્યારે જ્ઞાનસ્વભાવ તો નિત્ય ને શાન્ત-અનાકુળ છે, સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે. આ રીતે ભિન્ન લક્ષણદ્વારા જ્ઞાનમય આત્મા રાગાદિકથી ભિન્ન છેએમ નક્કી થાય છે. માટે આત્મા પરમાર્થે પરભાવોથી અર્થાત્ શરીરાદિક બાહ્ય પદાર્થોથી તથા રાગદ્વેષાદિ અંતરંગ પરિણામોથી વિવિક્ત છેભિન્ન છે.

અનુભવ

આગમ અને યુક્તિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણી પોતાના ત્રિકાળ શુદ્ધાત્માની સન્મુખ થતાં આચાર્યને જે શુદ્ધાત્માનો અનુભવ થયો તે અનુભવથી તેઓ વિવિક્ત આત્માનું સ્વરૂપ બતાવવા માગે છે.

આચાર્ય આત્માનું સ્વરૂપ કોને બતાવવા માગે છે? આત્માના અતીન્દ્રિય સુખની જ જેને સ્પૃહા છેઇન્દ્રિયવિષયસુખની જેને સ્પૃહા નથી, તેવા (જિજ્ઞાસુ) ભવ્ય જીવોને જ આચાર્ય વિવિક્ત આત્માનું (શુદ્ધાત્માનું) સ્વરૂપ કહેવા માગે છે.

આ રીતે શ્રી પૂજ્યપાદ આગમ, યુક્તિ અને અનુભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ૩.

આત્માના વળી કેટલા ભેદ છે. જેથી ‘વિવિક્ત આત્મા’એમ વિશેષ કહ્યું છે? અને ૧. જુઓઃ સમયસાર ગાથા૨૭૨૮ ૨. જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,

પ્રજ્ઞાછીણીથકી છેદતાં, બંને જુદા પડી જાય છે. (શ્રી સમયસારગુ. આવૃત્તિ ગા. ૨૯૪)