Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 170
PDF/HTML Page 31 of 199

 

સમાધિતંત્ર૧૫

पंचज्ञानावरणान्युपपद्यन्ते ? केवलज्ञानाद्याविर्भावसामग्री हि तत्र कदापि न भविष्यतित्यभव्यत्वं, न पुनः तद्योग्यद्रव्यस्याभावादिति भव्यराश्यपेक्षया वा सर्वदेहिग्रहणं आसन्नदूरदूरतरभव्येषु भव्यसमानअभव्येषु च सर्वेषु त्रिधाऽऽत्मा विद्यत इति तर्हि सर्वज्ञे परमात्मन एव सद्भावाद्बहिरन्तरात्मोरभावात्त्रिधात्मनो विरोध इत्यप्ययुक्तम् भूतपूर्वप्रज्ञापननयापेक्षया तत्र तद्विरोधासिद्धेः घृतघटवत् यो हि सर्वज्ञावस्थायां परमात्मा सम्पन्नः स पूर्वबहिरात्मा अन्तरात्मा चासीदिति घृतघटवदन्तरात्मनोऽपि बहिरात्मत्वं परमात्मत्वं च भूतभाविप्रज्ञापननयापेक्षया दृष्टव्यम् तत्र कुतः कस्योपादानं कस्य वात्यागः कर्तव्य इत्याहउपेयादिति तत्र तेषु त्रिधात्मसु मध्ये उपेयात् स्वीकुर्यात् परमं परमात्मानं कस्मात् ? मध्योपायात् मध्योऽन्तरात्मा स एवोपायस्तस्मात् तथा बहिः बहिरात्मानं मध्योपायादेव त्यजेत् ।।।। રીતે ઘટી શકે? કેવલજ્ઞાનાદિના પ્રગટ થવારૂપ સામગ્રી જ તેમને કદાપિ થવાની નથી તેથી તેમનામાં અભવ્યપણું છે, પણ નહિ કે તદ્યોગ્ય દ્રવ્યના અભાવથી (અભવ્યપણું છે); અથવા ભવ્યરાશિની અપેક્ષાએ સર્વ દેહીઓનું ગ્રહણ સમજવું. આસન્ન ભવ્ય, દૂર ભવ્ય, દૂરતર ભવ્યમાં તથા અભવ્ય જેવા ભવ્યોમાંસર્વેમાં ત્રણ પ્રકારનો આત્મા છે.

તો સર્વજ્ઞમાં પરમાત્માનો જ સદ્ભાવ હોવાથી અને (તેમાં) બહિરાત્માનો અને અંતરાત્માનો અસદ્ભાવ હોવાથી તેમાં (સિદ્ધમાં) ત્રણ પ્રકારના આત્માનો વિરોધ આવશે?

એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે ભૂતપૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ તેમાં ઘૃતઘટવત્ તે વિરોધની અસિદ્ધિ છે (તેમાં વિરોધ આવતો નથી). જે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા, તે પૂર્વે બહિરાત્મા તથા અંતરાત્મા હતા.

ઘૃતઘટની જેમ ભૂતભાવિ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ અંતરાત્માને પણ બહિરાત્મપણું અને પરમાત્મપણું સમજવું.

એ ત્રણેમાંથી કોનું શા વડે ગ્રહણ કરવું કે કોનો ત્યાગ કરવો તે કહે છે. ગ્રહણ કરવું એટલે તેમાં તે ત્રણ પ્રકારના આત્માઓને વિષે પરમાત્માનો સ્વીકાર (ગ્રહણ) કરવો. કેવી રીતે? મધ્ય ઉપાયથીમધ્ય એટલે અન્તરાત્મા તે જ ઉપાય છે તે દ્વારા (પરમાત્માનું ગ્રહણ કરવું) તથા મધ્ય (અંતરાત્મારૂપ) ઉપાયથી જ બહિરાત્માનો ત્યાગ કરવો. (૪)

ભાવાર્થ : સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માએ ત્રણ પ્રકારની ૧. જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ કહે તે જ્ઞાનને (અથવા વચનને) ભૂતનૈગમનય (અથવા

ભૂતપૂર્વપ્રજ્ઞાપનનય કહે) છે. જે ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ કહે તે જ્ઞાનને (અથવા વચનને)
ભાવિનૈગમનય (અથવા ભાવિપ્રજ્ઞાપનનય) કહે છે. (જુઓઃ ગુ. મોક્ષશાસ્ત્રઅ. ૧/ સૂત્ર ૩૩)