तत्र बहिरन्तः परमात्मनां प्रत्येकं लक्षणमाह —
બહિરાત્મા
બાહ્ય શરીરાદિ, વિભાવભાવ તથા અપૂર્ણદશામાં જે આત્મબુદ્ધિ કરે છે અર્થાત્ તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે તે બહિરાત્મા છે. તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી બહારમાં કાયા અને કષાયોમાં મારાપણું માને છે, તેને ભાવકર્મ અને દ્રવ્યકર્મ સાથે એકતાબુદ્ધિ છે; તેનાથી જ પોતાને લાભ – હાનિ માને છે. તે મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિકાલથી સંસારપરિભ્રમણનાં દુઃખોથી પિડાય છે. અંતરાત્મા
જેને શરીરાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન છે તે અંતરાત્મા છે. તેને સ્વ – પરનું ભેદજ્ઞાન છે. તેને એવો વિવેક વર્તે છે કે ‘હું જ્ઞાન – દર્શનરૂપ છું; એક શાશ્વત આત્મા જ મારો છે, બાકીના સંયોગલક્ષણરૂપ અર્થાત્ વ્યવહારરૂપ જે ભાવો છે તે બધા મારાથી ભિન્ન છે – મારાથી બાહ્ય છે.’ આવો સમ્યગ્દ્રષ્ટિ આત્મા મોક્ષમાર્ગમાં સ્થિત છે. પરમાત્મા
જેણે અનંતજ્ઞાન – દર્શનાદિરૂપ ચૈતન્ય – શક્તિઓને પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે પરમાત્મા છે. ૪.
ત્યાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા – પ્રત્યેકનું લક્ષણ કહે છે –
અન્વયાર્થ : (शरीरादौ जातात्मभ्रान्तिः बहिरात्मा) શરીરાદિમાં જેને આત્મ – ભ્રાન્તિ ✾अक्खाणि बाहिरप्पा अंतरप्पा हु अप्पसंकप्पो ।