Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 5 of 170
PDF/HTML Page 34 of 199

 

૧૮સમાધિતંત્ર

टीकाशरीरादौ शरीरे आदिशब्दाद्वाङ्मनसोरेव ग्रहणं तत्र जाता आत्मेतिभ्रान्तिर्यस्य स बहिरात्मा भवति आन्तरः अन्तर्भवः तत्र भव इत्यणष्टेर्भमात्रे टि लोपमित्यस्याऽनित्यत्वं येषां च विरोधः शाश्वतिक इति निर्देशात् अन्तरे वा भव आन्तरोऽन्तरात्मा स कथं भूतो भवति ? चित्तदोषात्मविभ्रान्तिः चित्तं च विकल्पो, दोषाश्च रागादयः, आत्मा च शुद्धं चेतनाद्रव्यं तेषु विगता विनष्टा भ्रान्तिर्यस्य चित्तं चित्तत्वेन बुध्यते दोषाश्च दोषत्वेन आत्मा आत्मत्वेनेत्यर्थः चित्तदोषेषु वा विगता आत्मेति भ्रान्तिर्यस्य परमात्मा भवति किं विशिष्टः ? अतिनिर्मलः प्रक्षीणाशेषकर्ममलः ।।।। ઉત્પન્ન થઈ છે તે ‘બહિરાત્મા’ છે; (चित्तदोषात्मविभ्रातिः अन्तरः) ચિત્ત (વિકલ્પો), રાગાદિ દોષો અને આત્મા (શુદ્ધ ચેતનાદ્રવ્ય)ના વિષયમાં જેને ભ્રાન્તિ નથી (અર્થાત્ જે ચિત્તને ચિત્તરૂપે, દોષોને દોષરૂપે અને આત્માને આત્મારૂપે જાણે છે) તે ‘અન્તરાત્મા’ છે; (अतिनिर्मलः परमात्मा) જે સર્વ કર્મમલથી રહિત અત્યંત નિર્મળ છે તે ‘પરમાત્મા’ છે.

ટીકા : શરીર આદિમાંશરીરમાં અને ‘આદિ’ શબ્દથી વાણી અને મનનું જ ગ્રહણ સમજવું, તેમાં જેને ‘આત્મા’ એવી ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા છે. અન્તર્ભવ અથવા અંતરે ભવ તે આન્તર અર્થાત્ અન્તરાત્મા. તે (અન્તરાત્મા) કેવો છે? તે ચિત્ત, દોષ અને આત્મા સંબંધી ભ્રાન્તિ વિનાનો છેચિત્ત એટલે વિકલ્પ, દોષ એટલે રાગાદિ અને આત્મા એટલે શુદ્ધ ચેતના દ્રવ્યતેમાં જેની ભ્રાન્તિ નાશ પામી છે તેઅર્થાત્ જે ચિત્તને ચિત્તરૂપે, દોષને દોષરૂપે અને આત્માને આત્મારૂપે જાણે છે તે અન્તરાત્મા છે, અથવા ચિત્ત અને દોષોમાં ‘આત્મા’ માનવારૂપ ભ્રાન્તિ જેને જતી રહી છે તે (અન્તરાત્મા) છે.

પરમાત્મા કેવા હોય છે? અતિ નિર્મળ છે અર્થાત્ જેનો અશેષ (સમસ્ત) કર્મમલ નાશ પામ્યો છે તે (પરમાત્મા) છે. (૫)

ભાવાર્થ : જે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં આત્માની ભ્રાન્તિ કરે છેતેને જ આત્મા માને છેતે ‘બહિરાત્મા’ છે; વિકલ્પો, રાગાદિ દોષો અને ચૈતન્યસ્વરૂપ આત્માના વિષયમાં જેને ભ્રાન્તિ નથી, અર્થાત્ જે વિકારને વિકારરૂપે અને આત્માને આત્મારૂપેએકબીજાથી ભિન્ન સમજે છે તે ‘અંતરાત્મા’ છે; જે રાગાદિ દોષોથી સર્વથા રહિત છેઅત્યંત નિર્મળ છે અને સર્વજ્ઞ છે તે ‘પરમાત્મા’ છે.

વિશેષ
બહિરાત્મા

જે શરીરાદિ (શરીર, વાણી, મન વગેરે) અજીવ છે તેમાં જીવની કલ્પના કરે છે