૨૦સમાધિતંત્ર
અંતરાત્માના ત્રણ ભેદ છે – ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જઘન્ય અંતરાત્મા.
અંતરંગ – બહિરંગ પરિગ્રહોથી રહિત શુદ્ધોપયોગી આત્મધ્યાની દિગમ્બર મુનિ ‘ઉત્તમ અંતરાત્મા’ છે. ‘આ મહાત્મા સોળ કષાયોના અભાવદ્વારા ક્ષીણમોહ પદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે.’
ચોથા ગુણસ્થાનવર્તી વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ આત્મા ‘જઘન્ય અંતરાત્મા’ કહેવાય છે. આ બેની (જઘન્ય અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્માની) મધ્યમાં રહેલા સર્વે ‘મધ્યમ અંતરાત્મા’ છે, અર્થાત્ પાંચમાંથી અગિયારમા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ અંતરાત્મા છે.૧
જેમણે અનંતજ્ઞાન – દર્શનાદિરૂપ ચૈતન્ય શક્તિઓનો પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે ‘પરમાત્મા’ છે.
પરમાત્માના બે પ્રકાર છે — સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા.
અરહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા તે નિકલ પરમાત્મા છે, તેઓ કેવલજ્ઞાનાદિ અનંતચતુષ્ટયથી સહિત છે.
અરહંત પરમાત્માને ચાર અઘાતિ કર્મો બાકી છે. તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. તેમને બહારમાં સમવસરણાદિ દિવ્ય વૈભવ હોય છે. તેમને ઇચ્છા વિના ભવ્ય જીવોને કલ્યાણરૂપ દિવ્ય ધ્વનિ છૂટે છે. તેઓ પરમ હિતોપદેશક છે. પરમ ઔદારિક શરીરના સંયોગ સહિત હોવાથી તેઓ સકલ (કલ – શરીર સહિત) પરમાત્મા કહેવાય છે.
જે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિ નોકર્મથી રહિત છે, શુદ્ધજ્ઞાનમય છે, ઔદારિક શરીર (કલ) રહિત છે, તે નિર્દોષ અને પરમ પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી ‘નિકલ પરમાત્મા’ કહેવાય છે. તેઓ અનંતકાળ સુધી અનંત સુખ ભોગવે છે.
‘આત્મામાં પરમાનંદની શક્તિ ભરી પડી છે. બાહ્ય ઇન્દ્રિય – વિષયોમાં વાસ્તવિક સુખ નથી. એમ અંતર પ્રતીતિ કરીને ધર્મી જીવ અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે. જેમ લીંડીપીપરના દાણે દાણે ચોસઠ પહોરી તીખાશની તાકાત ભરી છે તેમ પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન – આનંદથી ભરેલો છે, પણ તેનો વિશ્વાસ કરી અંતર્મુખ ૧. જુઓ – નિયમસાર, ગુ. આવૃત્તિ – પૃ. ૨૯૫