Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 170
PDF/HTML Page 38 of 199

 

૨૨સમાધિતંત્ર स्थानशीलः परात्मा संसारिजीवेभ्य उत्कृष्ट आत्मा इति शब्दः प्रकारार्थे एवंप्रकारा ये शब्दास्ते परमात्मनो वाचकाः परमात्मेत्यादिना तानेव दर्शयति परमात्मा सकलप्राणिभ्य उत्तम आत्मा ईश्वर इंद्राद्यसम्भविना अन्तरङ्गबहिरङ्गेण परमैश्वर्येण सदैव सम्पन्नः जिनः सकलकर्मोन्मूलकः ।।।।

इदानीं बहिरात्मनो देहस्यात्मत्वेनाध्यवसाये कारणमुपदर्शयन्नाह વન્દ્યએવું મોટું પદતેમાં જે રહે છે તે સ્થાનશીલ પરમેષ્ઠી, પરાત્મા એટલે સંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્માએવા પ્રકારના જે શબ્દો છે તે પરમાત્માના વાચક છે,

‘પરમાત્મા’ ઇત્યાદિથી તેમને જ દર્શાવાય છે. પરમાત્મા એટલે સર્વ પ્રાણીઓમાં ઉત્તમ આત્મા, ઈશ્વર એટલે ઇન્દ્રાદિને અસંભવિત એવા અંતરંગબહિરંગ પરમ ઐશ્વર્યથી સદાય સંપન્ન; જિનસર્વકર્મોનો મૂલમાંથી નાશ કરનાર(ઇત્યાદિ પરમાત્માનાં અનંત નામ છે).

ભાવાર્થ : નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિક્ત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરમાત્મા, ઈશ્વર, જિન વગેરે નામો પરમાત્માવાચક છે.

આ નામો પરમાત્માના સ્વરૂપને બતાવે છે. તે સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે ચિંતવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.

આત્મામાં શક્તિરૂપે રહેલા ગુણોનું જીવને ભાન થાય તેટલા માટે ભિન્ન ભિન્ન ગુણવાચક નામોથી પરમાત્માની ઓળખાણ કરાવી છે.

આત્મા ચૈતન્યાદિ અનંત ગુણોનો પિંડ છે. આ ગુણો ભગવાનમાં પૂર્ણપણે વિકસિત થઈ ગયા છે, તેથી તે ગુણોની અપેક્ષાએ તેઓ અનેક નામોથી ઓળખાય છે.

પરમાત્માને ગુણ અપેક્ષાએ જેટલાં નામ લાગુ પડે છે તે બધાંય નામો આ આત્માને પણ સ્વભાવ અપેક્ષાએ લાગુ પડે છે, કારણ કે શક્તિ અપેક્ષાએ બંને આત્માઓ સમાન છે; તેમાં કાંઈ ફેર નથી. જે પરમાત્માના ગુણોને બરાબર ઓળખે છે તે પોતાના આત્માના સ્વરૂપને જાણ્યા વગર રહે નહિ. જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો દરેક આત્મામાં છે. પોતાના ત્રિકાલી આત્માની સન્મુખ થઈને તેમનો પૂર્ણપણે વિકાસ કરીને આ આત્મા પણ પરમાત્મા થઈ શકે છે. ૬.

હવે બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા કયા કારણે થાય છે તે બતાવતાં કહે છે ૧. જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,

તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. (શ્રી પ્રવચનસાર, ગુ. આવૃત્તિગાથા ૮૦)