Samadhitantra (Gujarati). Gatha: 7.

< Previous Page   Next Page >


Page 10 of 170
PDF/HTML Page 39 of 199

 

સમાધિતંત્ર૨૩
बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः
स्फु रितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।।।।

टीकाइन्द्रियद्वारैरिन्द्रियमुखैः कृत्वा स्फु रितो बहिरर्थग्रहणे व्यापृतः सन् बहिरात्मा मूढात्मा आत्मज्ञानपराङ्मुखो जीवस्वरूपज्ञानाद्वहिर्भूतो भवति तथाभूतश्च सन्नसौ किं करोति ? स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति आत्मीयशरीरमेवाहमिति प्रतिपद्यते ।।।।

શ્લોક ૭

અન્વયાર્થ : (बहिरात्मा) બહિરાત્મા (इन्द्रियद्वारैः) ઇન્દ્રિય દ્વારોથી (स्फु रित) બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત હોવાથી (आत्मज्ञानपराङ्मुखः) આત્મજ્ઞાનથી પરાઙ્મુખ વંચિત હોય છે; તેથી તે (आत्मनः देह) પોતાના શરીરને (आत्मत्वेन अध्यवस्यति) મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપ સમજે છે.

ટીકા : ઇન્દ્રિયોરૂપ દ્વારોથી અર્થાત્ ઇન્દ્રિયોરૂપ મુખથી બહારના પદાર્થોના ગ્રહણમાં રોકાયેલો હોવાથી તે બહિરાત્મામૂઢાત્મા છે. તે આત્મજ્ઞાનથી પરાઙ્મુખ અર્થાત્ જીવસ્વરૂપના જ્ઞાનથી બહિર્ભૂત છે. તેવો થયેલો તે (બહિરાત્મા) શું કરે છે? પોતાના દેહને આત્મારૂપે માને છે અર્થાત્ પોતાનું શરીર જે ‘હું છું’ એવી મિથ્યા માન્યતા કરે છે.

ભાવાર્થ : બહિરાત્મા ઇન્દ્રિયોદ્વારા જે બાહ્ય મૂર્તિક પદાર્થો ગ્રહણ કરે છે તેને મોહવશાત્ પોતાના માને છે. તેને અંદર આત્મતત્ત્વનું કંઈ પણ જ્ઞાન નથી; તેથી તે પોતાના શરીરને જ આત્મા સમજે છેઅર્થાત્ શરીર, મન અને વાણીની ક્રિયા જે જડની ક્રિયા છે તેને પોતે કરી શકે છે અને તેનો પોતે સ્વામી છે એમ માને છે.

જીવ ત્રિકાલી જ્ઞાનસ્વરૂપ છે. તેને બહિરાત્મા અજ્ઞાનવશ જાણતો નથી અને બાહ્ય ઇન્દ્રિયગોચર પદાર્થો જે માત્ર જ્ઞેયરૂપ છે તેમાં ઇષ્ટઅનિષ્ટની કલ્પના કરી પોતાને સુખીદુઃખી, ધનવાનનિર્ધન, બલવાનનિર્બલ, સુરૂપકુરૂપ, રાજારંક વગેરે હોવાનું માને છે.

बहिरत्थे फु रियमणो इंद्रियदारेण णियसरूवचओ
णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठिओ ।।।। मोक्षप्राभृतेकुन्दकुन्दाचार्यः
ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે બહિરાત્મ;
આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. ૭.