૨૪સમાધિતંત્ર
મિથ્યા અભિપ્રાયવશ અજ્ઞાની માને છે કે, ‘શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરની ભૂખ, તરસ, આદિરૂપ અવસ્થા થતાં મને ભૂખ – તરસ લાગી, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો, વગેરે.’ એ રીતે અજીવની અવસ્થાને તે પોતાના આત્માની અવસ્થા માને છે.
‘‘........આપને આપરૂપ જાણી તેમાં પરનો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો – એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ – ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે...... વળી પર્યાયમાં જીવ – પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વેને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે – એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી.......’’૧
‘જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવા જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધન – ધાન્યાદિ અબદ્ધ પુદ્ગલ દ્રવ્ય મારું છે.’૨
વળી શરીરાદિ બાહ્ય પદાર્થોમાં એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાનીને ભ્રમ થાય છે કે રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દનું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોથી થાય છે તથા ઘટપટાદિનું જે જ્ઞાન થાય છે તે બાહ્ય પદાર્થોથી થાય છે, પણ તેને ખબર નથી કે જીવને જે જ્ઞાન થાય છે તે પોતાના જ્ઞાનગુણરૂપ ઉપાદાન શક્તિથી થાય છે. ઇન્દ્રિયો અને ઘટ – પટાદિ પદાર્થો તો જડ છે. તેનાથી જ્ઞાન થાય નહિ. તે તો જ્ઞાન થવામાં નિમિત્તમાત્ર છે.
એ રીતે બહિરાત્મા પોતાના જ્ઞાનાત્મક સ્વભાવને ભૂલી શરીરાદિ પર પદાર્થોથી પોતાનું અસ્તિત્વ માને છે અર્થાત્ શરીરાદિ પર પદાર્થોમાં તે આત્મબુદ્ધિ કરે છે. ૭. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦. ૨. અજ્ઞાનથી મોહિતમતિ, બહુ ભાવસંયુત જીવ જે,