Samadhitantra (Gujarati). Gatha: 8-9.

< Previous Page   Next Page >


Page 12 of 170
PDF/HTML Page 41 of 199

 

સમાધિતંત્ર૨૫

तच्च प्रतिपद्यमानो मनुष्यादिचतुर्गतिसम्बन्धिशरीराभेदेन प्रतिपद्यते तत्र

नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम्
तिर्यंच तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।।।।
नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा
अनंतानंतधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ।।।।

અને તેનું પ્રતિપાદન કરી મનુષ્યાદિ ચતુર્ગતિ સંબંધી શરીરભેદથી જીવભેદનું તેમાં પ્રતિપાદન કરે છે.

શ્લોક ૮

અન્વયાર્થ : (अविद्वान्) મૂઢ બહિરાત્મા (नरदेहस्थ) મનુષ્યદેહમાં રહેલા (आत्मानं) આત્માને (नरम्) મનુષ્ય, (तिर्यङ्गस्थं) તિર્યંચના શરીરમાં રહેલા આત્માને (तिर्यंचम्) તિર્યંચ, (सुरांङ्गस्थं) દેવના શરીરમાં રહેલા આત્માને (सुरं) દેવ (तथा) અને........

અન્વયાર્થ : (नारकांङ्गस्थं) નારકીના શરીરમાં રહેલા આત્માને (नारकं) નારકી (मन्यते) માને છે. (तत्त्वतः) વાસ્તવિક રીતે (स्वयं) સ્વયં આત્મા (तथा न) તેવો નથી અર્થાત્ તે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકીરૂપ નથી; પરંતુ વાસ્તવિક રીતે આ આત્મા (अनंतांतधीशक्ति) અનંતાનંત જ્ઞાન અને અનંતાનંત શક્તિ (વીર્ય) રૂપ છે, (स्वसंवेद्यः) સ્વાનુભવગમ્ય છેપોતાના અનુભવગોચર છે અને (अचलस्थितिः) પોતાના સ્વરૂપમાં સદા નિશ્ચલસ્થિર રહેવાવાળો છે.......

सुरं त्रिदशपर्यायैस्तथानरम्
तिर्यञ्च च तदङ्गे स्वं नारकाङ्गे च नारकम् ।।३२१३।।
वेत्त्यविद्यापरिश्रान्तो मूढस्तन्न पुनस्तथा
किन्त्वमूर्तं स्वसंवेद्य तद्रूपं परिकीर्तितम् ।।१४।।ज्ञानार्णवेशुभचन्द्राचार्यः
નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ,
પશુદેહે સ્થિતને પશુ, સુરદેહે સ્થિત સુર; ૮.
નરક-તને નારક ગણે, પરમાર્થે નથી એમ,
અનંત ધી-શક્તિમયી, અચળરૂપ, નિજવેદ્ય. ૯.