૨૬સમાધિતંત્ર
टीका — नरस्य देहो नरदेहः तत्र तिष्ठतीति नरदेहस्थस्तमात्मानं नरं मन्यते । कोऽसौ ? अविद्वान् बहिरात्मा । तिर्यंचमात्मानं मन्यते । कथंभूतं ? तिर्यगङ्गस्थं तिरश्चामङ्गं तिर्यगङ्गं तत्र तिष्ठतीति तियङ्गस्थस्तं । सुराङ्गस्थं आत्मानं सुरं तथा मन्यते ।।८।। नारकमात्मानं मन्यते । किं विशिष्टं ? नारकाङ्गस्थं । न स्वयं तथा नरादिरूप आत्मा स्वयं कर्मोपाधिमंतरेण न भवति । कथं ? तत्त्वतः परमार्थतो न भवति । व्यवहारेण तु यदा भवति तदा भवतु । कर्मोपाधिकृता हि जीवस्य मनुष्यादिपर्यायास्तन्निवृतौ निवर्तमानत्वात् न पुनः वास्तवा इत्यर्थः । परमार्थतस्तर्हिकीदृशोऽसावित्याहअनन्तानन्तधीशक्तिः धीश्च शक्तिश्च धीशक्ति अनन्तानन्ते धीशक्ति यस्य । तथाभूतोऽसौकुतः परिच्छेद्य इत्याह – स्वसंवेद्यो निरुपाधिकं हि रूपं वस्तुनः स्वभावोऽभिधीयते । कर्माद्यपाये चानन्तान्तधीशक्तिपरिणत आत्मा स्वसंवेदनेनैव वेद्यः । तद्विपरीतपरिणत्यनुभवस्य संसारावस्थायां कर्मोपाधिनिर्मितत्वात् । अस्तु नाम तथा स्वसंवेद्यः
ટીકા : નરનો દેહ તે નરદેહ. તેમાં રહે છે તેથી નરદેહસ્થ. તે (નરના દેહમાં રહેનાર) આત્માને નર માને છે. કોણ તે (આવું માને છે)? અવિદ્વાન – બહિરાત્મા (એવું માને છે); તિર્યંચને આત્મા માને છે, કેવા (તિર્યંચ)ને? તિર્યંચોના શરીરમાં રહેનારને – તિર્યંચોનું શરીર તે તિર્યંચશરીર – તેમાં રહે છે તેથી તિર્યંગસ્થ – તેને (આત્મા માને છે). તેવી રીતે દેવોના શરીરમાં રહેનાર (આત્મા)ને દેવ માને છે.
નારકને આત્મા માને છે. કેવા (નારકને)? નારકીના શરીરમાં રહેનારને. આત્મા સ્વયં નરાદિરૂપ નથી; કર્મોપાધિ વિના તે સ્વયં થતો નથી. કેવી રીતે? તત્ત્વતઃ એટલે પરમાર્થે તે (તેવો) નથી, પણ વ્યવહારે તે હોય તો ભલે હોય. જીવની મનુષ્યાદિ પર્યાયો કર્મોપાધિથી થયેલી છે. તે (કર્મોપાધિ) નિવૃત્ત થતાં (મટતાં) તે (પર્યાય) નિવૃત્ત થતી હોવાથી વાસ્તવમાં (તે પર્યાયો જીવની) નથી – એમ અર્થ છે.
ત્યારે પરમાર્થે તે (આત્મા) કેવો છે? તે કહે છે. તે અનંતાનંત ધીશક્તિ – અર્થાત્ અનંતાનંત જ્ઞાન અને શક્તિ – વાળો છે. તેવો તે કેવી રીતે જાણી શકાય (અનુભવી શકાય)? તે કહે છે. તે સ્વસંવેદ્ય છે. નિરુપાધિક રૂપ જ વસ્તુનો સ્વભાવ કહેવાય છે. કર્માદિનો વિનાશ થતાં, અનંતાનંત જ્ઞાન – શક્તિરૂપે પરિણત આત્મા સ્વસંવેદનથી જ વેદી શકાય છે. સંસાર – અવસ્થામાં તે કર્મોપાધિથી નિર્મિત (નિર્માયેલો) હોવાથી તેનાથી વિપરીત પરિણતિનો અનુભવ થાય છે.
તેવો સ્વસંવેદ્ય (આત્મા) ભલે હો, પણ તે કેટલો કાલ? સર્વદા તો નહિ હોય, કારણ કે પાછળથી તેના રૂપનો નાશ થાય છે. (આવી શંકાનો પરિહાર કરતાં) કહે છે કે – તેની