Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 170
PDF/HTML Page 43 of 199

 

સમાધિતંત્ર૨૭

कियत्कालमसौ न तु सर्वदा पश्चात् तद्रूपविनाशादित्याहअचलस्थितिः अनंतांतधीशक्ति- स्वभावेनाचलास्थितिर्यस्य सः यैः पुनर्योगसांख्यैर्मुक्तौ तत्प्रच्युतिरात्मनोऽभ्युपगता ते प्रमेयकमलमार्तण्डे न्यायकुमुदचन्द्रे च मोक्षविचारे विस्तरतः प्रत्याख्याताः ।।।। (આત્માની) અચળ સ્થિતિ છે, કારણ કે અનંતાનંત ધીશક્તિના સ્વભાવના કારણે તે અચલ સ્થિતિવાળો છે. જે યોગ અને સાંખ્યમતવાળાઓએ, મુક્તિના વિષયમાં આત્માની તેનાથી (મુક્તિથી) પ્રચ્યુતિનો (પતનનો) સંભવ માન્યો છે, તેના સંબંધી (ખંડનરૂપે) પ્રમેયકમલમાર્તણ્ડ અને ન્યાયકુમુદચન્દ્રમાં મોક્ષવિચારપ્રસંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે.

ભાવાર્થ : નરનારકાદિ જે પર્યાયોને જીવ ધારણ કરે છે તે પર્યાયોરૂપ અજ્ઞાની પોતાને માને છે. વાસ્તવમાં જીવ તે પર્યાયોરૂપ નથી, પણ તે સ્વાનુભવગમ્ય, શાશ્વત અને અનંતાનંતજ્ઞાનવીર્યમય છે. મુક્તઅવસ્થામાં (મોક્ષમાં) તેની સ્થિતિ અચલ છે; ત્યાંથી (મુક્તિથી) તેનું કદી પણ પતન થતું નથીઅર્થાત્ જીવ મુક્ત થયા પછી કદી ફરીથી સંસારમાં આવતો નથી. યોગ અને સાંખ્યમતવાળાની માન્યતા તેનાથી વિપરીત છે.

વિશેષ

બહિરાત્મા નરનારકાદિ પર્યાયોને જ પોતાની સાચી અવસ્થા માને છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન, કર્મોપાધિરહિત, શુદ્ધ, ચૈતન્યમય, ટંકોત્કીર્ણ એક જ્ઞાતાદ્રષ્ટા છે, અભેદ્ય છે, અનંતજ્ઞાન તથા અનંતવીર્યથી યુક્ત છે અને અચલસ્થિતિરૂપ છેઆવું ભેદજ્ઞાન (વિવેકજ્ઞાન) તેને હોતું નથી, તેથી તે સંસારના પર પદાર્થોમાં તથા મનુષ્યાદિ પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છેતેને આત્મા માને છે.

જીવ જે જે ગતિમાં જાય છે તે તે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ (વેષ) ધારણ કરે છે. આ સ્વાંગ અચેતન છે, જડ છે અને ક્ષણિક છે. તે વેષને ધારણ કરનાર જીવ, તેનાથી ભિન્ન, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ ચેતન દ્રવ્ય છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, તેથી તે બાહ્ય વેષને જ જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે છે.

‘‘.......અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે (આત્મા) છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવાં શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છેએ બન્નેના સંયોગરૂપ નાના પ્રકારના મનુષ્યતિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ ધારી રહ્યો છે, સ્વપરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેનેજ પોતાપણે માને છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે તે પોતાને