Samadhitantra (Gujarati). Gatha: 13.

< Previous Page   Next Page >


Page 19 of 170
PDF/HTML Page 48 of 199

 

૩૨સમાધિતંત્ર

एवमभिमन्यमानश्चासौ किं करोतीत्याह

देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात्
स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं ।।१३।।

टीकादेहे स्वबुद्धित्मबुद्धिरार्बहिरात्मा किं करोति ? आत्मानं युनक्ति सम्बद्धं करोति

અનાદિ અજ્ઞાનતાના કારણે આ જીવને જે પર્યાય (શરીર) પ્રાપ્ત થાય છે તેને તે પોતાનો આત્મા સમજી લે છે અને તેનો આવો અજ્ઞાનાત્મક સંસ્કાર જન્મજન્માન્તરોમાં પણ બન્યો રહેવાથી તે દ્રઢ થતો જાય છે. જેમ રસ્સીના ઘસારાથી કૂવાના પત્થરમાં કાપો વધુ ને વધુ ઊંડો પડતો જાય છે, તેમ અવિદ્યાના સંસ્કારો પણ અજ્ઞાની જીવમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.

અવિદ્યાના સંસ્કારોથી પ્રેરાઈ આ જીવ શરીરાદિ પર પદાર્થો વિષે આત્મબુદ્ધિ કરે છે. પોતાને પરનો કર્તાભોક્તા માને છે, પર પ્રત્યે અહંકારમમકાર બુદ્ધિ ને એકતાબુદ્ધિ કરે છે. આ કારણથી તેને રાગદ્વેષ થાય છે અને રાગદ્વેષથી તેનું સંસારચક્ર ચાલુ જ રહે છે. ૧૨.

એવી રીતે માનીને તે શું કરે છે? તે કહે છેઃ

શ્લોક ૧૩

અન્વયાર્થ : (देहे स्वबुद्धिः) શરીરમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા (निश्चयात्) નિશ્ચયથી (आत्मानं) પોતાના આત્માને (एतेन) તેની સાથેશરીરની સાથે (युनक्ति) જોડે છે સંબંધ કરે છે, અર્થાત્ બંનેને એકરૂપ માને છે, પરંતુ (स्वात्मनि एव आत्मधीः) પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા (देहिनं) પોતાના આત્માને (तस्मात्) તેનાથી શરીરથી (वियोजयति) પૃથક્અલગ કરે છે.

ટીકા : શરીરમાં સ્વબુદ્ધિઆત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા શું કરે છે? તે (પોતાના) ૧. પાટણજૈન ભંડારની પ્રત આધારે ‘સમાધિશતક’ની ટીકાના અનુવાદમાં શ્રીયુત મણિલાલ નભુભાઈ

ત્રિવેદીએ નીચે પ્રમાણે લખ્યું છેઃ
‘‘બહિરાત્માને દેહને વિષે જ આત્મબુદ્ધિ છે, ને તે આત્માને પરમાનંદ ન પામવા દેતાં, દેહમાં જ બાંધી
રાખે છે, અર્થાત્ દીર્ઘ સંસારતાપમાં પાડે છે......’’
દેહબુદ્ધિ જન આત્મને કરે દેહસંયુક્ત,
આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત. ૧૩.