૩૪સમાધિતંત્ર
देहेष्वात्मानं योजयतश्च बहिरात्मनो दुर्विलसितोपदर्शनपूर्वकमाचार्योऽनुशयं कुर्वन्नाह —
टीका – जाताः प्रवृत्ताः । काः ? पुत्रभार्यादिकल्पनाः । क्व ? देहेषु । कया ? आत्मधिया । क्व आत्मधीः ? देहेष्वेव । अयमर्थः – पुत्रादिदेहं जीवत्वेन प्रतिपद्यमानस्य मत्पुत्रो भार्येतिकल्पना विकल्पा जायन्ते । ताभिश्चानात्मनीयाभिरनुपकारिणीभिश्च सम्पत्तिं पुत्रभार्यादिविभूत्यतिशयं आत्मानो मन्यते जगत्कर्तृ हा हतं नष्टं स्वस्वरूप – परिज्ञानाद् बहिर्भूतं जगत् बहिरात्मा प्राणिगणः ।।१४।।
શરીરોમાં આત્માનો સંબંધ જોડનાર બહિરાત્માના નિન્દનીય વ્યાપારને બતાવીને આચાર્ય ખેદ પ્રગટ કરતાં કહે છેઃ –
અન્વયાર્થ : (देहेषु) શરીરોમાં (आत्मधिया) આત્મબુદ્ધિના કારણે (पुत्रभार्यादि- कल्पनाः जाताः) મારો પુત્ર, મારી સ્ત્રી, ઇત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. (हा) ખેદ છે કે (जगत्) બહિરાત્મ – સ્વરૂપ પ્રાણિગણ (ताभिः) એ કલ્પનાઓના કારણે (सम्पत्तिम्) સ્ત્રી – પુત્રાદિની સમૃદ્ધિને (आत्मनः) પોતાની સમૃદ્ધિ (मन्यते) માને છે. એવી રીતે આ જગત્ (हतं) હણાઈ રહ્યું છે.
ટીકા : ઉત્પન્ન થઈ – પ્રવર્તી. શું (પ્રવર્તી)? પુત્ર – સ્ત્રી આદિ સંબંધી કલ્પનાઓ. શાને વિષે? શરીરો વિષે. કયા કારણે? આત્મબુદ્ધિના કારણે. શામાં આત્મબુદ્ધિ? શરીરોમાં જ. અર્થ એ છે કે – પુત્ર વગેરેના દેહને જીવરૂપે માનનારને, ‘મારો પુત્ર, સ્ત્રી – એવી કલ્પનાઓ – વિકલ્પો થાય છે. અનાત્મરૂપ અને અનુપકારક એવી તે કલ્પનાઓથી પુત્ર – ભાર્યાદિરૂપ વિભૂતિના અતિશય સ્વરૂપ સંપત્તિને જગત્ પોતાની માને છે. અરે! સ્વસ્વરૂપના પરિજ્ઞાનથી બહિર્ભૂત (રહિત) બહિરાત્મારૂપ જગત્ – પ્રાણિગણ – હણાઈ રહ્યું છે.
ભાવાર્થ : દેહમાં આત્મબુદ્ધિના કારણે આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત બહિરાત્માઓ, સ્ત્રી – પુત્રાદિ સંબંધોમાં મારાપણાની કલ્પનાઓ કરે છે અને તેમની સમૃદ્ધિને પોતાની સમૃદ્ધિ માને છે. આમ આ જગત્ હણાઈ રહ્યું છે – એ ખેદની વાત છે.