इदानीमुक्तमर्थमुपसंहृत्यात्मन्यन्तरात्मनोऽनुप्रवेशं दर्शयन्नाह —
જ્યાંસુધી જીવને શરીરમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાંસુધી તેને પોતાના નિરાકુલ નિજાનન્દરસનો સ્વાદ આવતો નથી અને પોતાની અનંતચતુષ્ટયરૂપ સમ્પત્તિથી અજ્ઞાત રહે છે. તે સ્ત્રી – પુત્ર – ધન – ધાન્યાદિ બાહ્ય સમ્પત્તિઓને પોતાની માની તેના સંયોગ – વિયોગમાં હર્ષ – વિષાદ કરે છે. તેના ફલસ્વરૂપ તેનું સંસાર – પરિભ્રમણ ચાલુ રહે છે. તેથી આચાર્ય ખેદ દર્શાવતાં કહે છે કે, ‘‘હાય! આ જગત્ માર્યું ગયું! ઠગાઈ ગયું! તેને પોતાનું કાંઈ પણ ભાન રહ્યું નહિ!’’
‘‘........વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ આ જીવ એ શરીર – પુત્રાદિકમાં અહંકાર – મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે......’’૧
‘‘.......મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર (મકાન) અને નોકર – ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે. સદાકાળ પોતાને આધીન નથી – એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર૨ કરે છે, પુત્રાદિકમાં ‘‘આ છે તે હું જ છું’’ — એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે.......’’૩ ૧૪.
હવે કહેલા અર્થનો ઉપસંહાર કરીને આત્મામાં અન્તરાત્માનો અનુપ્રવેશ દર્શાવતાં કહે છેઃ — ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૩. २. वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः ।
૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૮૩.