૩૬સમાધિતંત્ર
टीका — मूलं कारणं । कस्य ? संसारदुःखस्य । काऽसौ ? देहएवात्मधीः । देहः कायः स एवात्म इति धीः । यत एवं ततस्तस्मात्कारणात् । एनां देहएवात्मबुद्धिं त्यक्त्वा अन्तः प्रविशेत् आत्मनि आत्मबुद्धिं कुर्यात् अन्तरात्मा भवेदित्यर्थः । कथं भूतः सन् ? बहिरव्यापृतेन्द्रियः बहिर्बाह्यविषयेषु अव्यापृतान्यप्रवृत्तानीन्द्रियाणि यस्य ।।१५।।
અન્વયાર્થ : (देहे) શરીરમાં (आत्मधीः एव) આત્મબુદ્ધિ હોવી તે જ (संसारदुःखस्य) સંસારના દુઃખનું (मूलं) કારણ છે (ततः) તેથી (एनां) તેને – શરીરમાં આત્મબુદ્ધિને – (त्यक्त्वा) છોડીને તથા (बहिः अव्यापृतेन्द्रियः) બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને (अन्तः) અંતરંગમાં – આત્મામાં (प्रविशेत्) પ્રવેશ કરવો.
ટીકા : મૂલ એટલે કારણ, કોનું? સંસારદુઃખનું તે (કારણ) કયું? દેહમાં જ આત્મબુદ્ધિ અર્થાત્ દેહ – કાય તે જ આત્મા એવી બુદ્ધિ (માન્યતા) તે. તે કારણને લીધે તેનો, એટલે દેહમાં જ આત્મબુદ્ધિનો, ત્યાગ કરીને અંતરમાં પ્રવેશ કરવો – આત્મામાં આત્મબુદ્ધિ કરવી – અંતરાત્મા થવું – એવો અર્થ છે. કેવો થઈને? બાહ્યમાં અવ્યાપૃત ઇન્દ્રિયોવાળો થઈને – અર્થાત્ બાહ્ય વિષયોમાં જેની ઇન્દ્રિયો અવ્યાપૃત એટલે અપ્રવૃત્ત થઈ છે (રોકાઈ ગઈ છે – અટકી ગઈ છે) તેવો થઈને.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ સંસારનું મૂળ (એક જ સાચું) કારણ છે, માટે તેને છોડીને તથા ઇન્દ્રિયોની બાહ્ય વિષયોમાં થતી પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત્ પર તરફથી હઠીને સ્વસન્મુખ થવું.
સંસારમાં જેટલાં દુઃખ છે તે બધા શરીરમાં એકતાબુદ્ધિના કારણે જ હોય છે. જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાંસુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે અને તેથી તેને સંસારમાં ઘોર દુઃખ ભોગવવાં પડે છે.
જ્યારે જીવને શરીરાદિ પર પદાર્થો તરફનો મમત્વભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર – મમકારબુદ્ધિ હોતી નથી. તે પરથી મુખ મોડી સ્વસન્મુખ ઢળે છે અને આત્મિક આનંદ અનુભવે છે; તેથી ગ્રન્થકારે સમસ્ત દુઃખોનું મૂળ કારણ જે શરીરમાં આત્મબુદ્ધિ છે તેનો ત્યાગ કરી, અન્તરાત્મા થવાની જીવને પ્રેરણા કરી છે, જેથી તે ઘોર સાંસારિક દુઃખોથી છુટકારો પામી સાચા નિરાકુલ સુખની પ્રાપ્તિ કરે.