Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 170
PDF/HTML Page 53 of 199

 

સમાધિતંત્ર૩૭

अन्तरात्मा आत्मन्यात्मबुद्धि कुर्वाणोऽलब्धलाभात्संतुष्ट आत्मीयां बहिरात्मावस्थामनुस्मृत्य विषादं कुर्वन्नाह

વિશેષ

‘‘......આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ થાય છે, તેથી તે પોતાને અને શરીરને એકરૂપ જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને અણરુચતી એવી અનિષ્ટ અવસ્થામાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે......કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાના કારણરૂપ નથી, છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે.’’

‘‘પોતાનો સ્વભાવ તો દ્રષ્ટાજ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળો જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખેજાણે છે તેમાં ઇષ્ટઅનિષ્ટપણું માને છે અને તેથી રાગીદ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે, પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે; માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે.

વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી, પણ જેમ ચાલતા ગાડાને ધકેલી બાળક એમ માને કે, ‘‘આ ગાડાને હું ચલાવું છું’’એ પ્રમાણે તે અસત્ય માને છે.........

માટે શરીરાદિ મારાં છે અને તેની ક્રિયા હું કરી શકું છું એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાનચેતના છે. તેનો ત્યાગ કરી ‘આત્મા એ જ મારો છે’એવી આત્મામાં આત્મબુદ્ધિરૂપ જ્ઞાયકસ્વભાવનું અવલંબન કરી અંતરાત્મા થવા, આચાર્યે અજ્ઞાની જીવને ઉપદેશ કર્યો છે. ૧૫.

અંતરાત્મા આત્મામાં આત્મબુદ્ધિ કરતો, અલબ્ધ (પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા એવા) લાભથી સંતોષ પામી, પોતાની બહિરાત્માવસ્થાનું સ્મરણ કરીને વિષાદ (ખેદ) કરે છે. તે કહે છેઃ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિપૃ. ૯૨ ૨. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,

તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. (શ્રી સમયસારગુ. આવૃત્તિ, ગાથા ૩૭૨)

૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિપૃ. ૯૦.