૩૮સમાધિતંત્ર
टीका — मत्त आत्मस्वरूपात् । च्युत्वा व्यावृत्य । अहं पतितः अत्यासक्त्या प्रवृत्तः । क्व ? विषयेषु । कैः कृत्वा ? इन्द्रियद्वारैः इन्द्रियमुखैः । ततस्तान् विषयान् प्रपद्य ममोपकारका एते इत्यतिगृह्यानुसृत्य । मां आत्मानं । न वेद न ज्ञातवान् । कथं ? अहमित्युल्लेखेन अहमेवाहं न शरीरादिकमित्येवं तत्त्वतो न ज्ञातवानित्यर्थः । कदा ? पुरा पूर्वं अनादिकाले ।।१६।।
અન્વયાર્થ : (अहं) હું (पुरा) અનાદિકાલથી (मत्तः) આત્મસ્વરૂપથી (च्युत्वा) ચ્યુત થઈને (इन्द्रियद्वारेः) ઇન્દ્રિયોદ્વારા (विषयेषु) વિષયોમાં (पतितः) પતિત થયો, (ततः) તેથી (तान्) તે વિષયોને (प्रपद्य) પ્રાપ્ત કરી (तत्त्वतः) વાસ્તવમાં (मां) મને – પોતાને (अहं इति न वेद) હું તે જ છું આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ.
ટીકા : મારાથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત થઈ – પાછો હઠી, હું પતિત થયો અર્થાત્ અતિ આસક્તિથી પ્રવર્ત્યો. ક્યાં (પ્રવર્ત્યો)? વિષયોમાં. કોના દ્વારા? ઇન્દ્રિયોરૂપ દ્વારોથી – ઇન્દ્રિય – મુખેથી. પછી તે વિષયોને પ્રાપ્ત કરીને, તે મારા ઉપકારક છે એમ સમજી તેને અતિપણે ગ્રહી – અનુસરી મેં પોતાને આત્માને – ઓળખ્યો નહિ – જાણ્યો નહિ. કેવા પ્રકારે (ન જાણ્યો)? ‘હું’ એવા ઉલ્લેખથી હું જ પોતે (આત્મા) છું, શરીરાદિરૂપ નથી. એમ તત્ત્વતઃ (વાસ્તવમાં) મેં જાણ્યું નહિ – એવો અર્થ છે. ક્યારે? પૂર્વે – અનાદિકાલે.
ભાવાર્થ : અંતરાત્મા વિચાર કરે છે કે, ‘હું અનાદિકાલથી આત્મસ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો; તેમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહિ.’
જ્યાંસુધી જીવને પોતાના અસલી ચૈતન્યસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, ત્યાંસુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક – ઉપકારક સમજી તેમાં અતિ આસક્તિ રહે છે – તેમાં આત્મબુદ્ધિ કરે છે, પણ જ્યારે તેને ચૈતન્ય અને પર જડ પદાર્થોનું ઇન્દ્રિયોના વિષયોનું ભેદવિજ્ઞાન થાય છે અને પોતાનાં નિરાકુલ ચિદાનંદ – સુધારસનો સ્વાદ આવે