टीका — यत् शुद्धात्मस्वरूपं । अग्राह्यं कर्मोदयनिमित्तं क्रोधादिस्वरूपं । न गृह्णाति आत्मस्वरूपतया न स्वीकरोति । गृहीतमनन्तज्ञानादिस्वरूपं । नैव मुञ्चति कदाचिन्न परित्यजति । तेन च स्वरूपेण सहितं शुद्धात्मस्वरूपं किं करोति ? जानाति । किं विशिष्टं तत् ? सर्वं चेतनमचेतनं वा वस्तु । कथं जानाति ? सर्वथा द्रव्यपर्यायादिसर्वप्रकारेण । तदित्थम्भूतं स्वरूपं स्वसंवेद्यं स्वसंवेदनग्राह्यम् अहमात्मा अस्मि भवामि ।।२०।। અનંતજ્ઞાનાદિ ગુણોને (न मुञ्चति) છોડતું નથી તથા (सर्वं) સંપૂર્ણ પદાર્થોને (सर्वथा) સર્વ પ્રકારે એટલે દ્રવ્ય – ગુણ – પર્યાયરૂપે (जानाति) જાણે છે, (तत् स्वसंवेद्यं) તે પોતાના અનુભવમાં આવવા યોગ્ય ચૈતન્ય દ્રવ્ય (अहं अस्मि) હું છું.
ટીકા : જે એટલે શુદ્ધાત્મસ્વરૂપ છે, તે અગ્રાહ્યને અર્થાત્ કર્મોદય નિમિત્તે (થયેલા) ક્રોધાદિરૂપને ગ્રહતું નથી એટલે તેને આત્મસ્વરૂપપણે સ્વીકારતું નથી અને ગ્રહણ કરેલા અનન્તજ્ઞાનાદિ સ્વરૂપને છોડતું જ નથી એટલે ક્યારેય પણ તેનો પરિત્યાગ કરતું નથી. આવા સ્વરૂપવાળું શુદ્ધાત્મસ્વરૂપ શું કરે છે? જાણે છે. શું જાણે છે? સર્વ ચેતન યા અચેતન વસ્તુને (જાણે છે). કેવી રીતે જાણે છે? તે સર્વથા અર્થાત્ દ્રવ્ય – પર્યાયાદિ સર્વ પ્રકારે (જાણે છે). તેથી આવું સ્વસંવેદ્ય સ્વરૂપ એટલે સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું – આત્મા છું.
ભાવાર્થ : શુદ્ધાત્મા એ અનુભવગમ્ય ચૈતન્ય દ્રવ્ય છે. તે નહિ ગ્રહણ કરવા યોગ્ય રાગદ્વેષાદિને ગ્રહણ કરતું નથી, અને ગ્રહણ કરેલા આત્મિક ગુણોને – અનંતજ્ઞાનાદિ ગુણોને – છોડતું નથી. તે સંપૂર્ણ પદાર્થોને સર્વથા – દ્રવ્ય – ગુણ – પર્યાય સહિત – જાણે છે.
‘જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે – દેખે છે, તે હું છું – એ જ્ઞાન ચિંતવે છે.’૧
આત્મા પરદ્રવ્યને જરા પણ ગ્રહતો નથી તથા છોડતો નથી કારણ કે પર નિમિત્તના આશ્રયે થયેલા – પ્રાયોગિક ગુણના સામર્થ્યથી તેમ જ સ્વાભાવિક – વૈસ્રસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.૨ १. णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केइं ।
૨. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
જુઓઃ શ્રી પ્રવચનસાર ગાથા – ૩૨ અને શ્રી સમયસાર કલશ – ૨૩૬