Samadhitantra (Gujarati). Gatha: 21.

< Previous Page   Next Page >


Page 33 of 170
PDF/HTML Page 62 of 199

 

૪૬સમાધિતંત્ર

इत्थंभूतात्मपरिज्ञानात्पूर्वं कीदृशं मम चेष्टितमित्याह

उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम्
तद्वन्मे चेष्टितं पूर्वं देहादिष्वात्मविभ्रमात् ।।२१।।

આત્માને પર દ્રવ્યનો ગ્રહણત્યાગ કહેવો એ તો વ્યવહારનયનું કથનમાત્ર છે. નિશ્ચયનયે તો તે પર દ્રવ્યનો ગ્રહણત્યાગ કરી શકતો જ નથી. જ્યારે જીવ આત્મસ્વરૂપમાં લીન થાય છે, ત્યારે રાગાદિ વિકારો સ્વયં છૂટી જાય છે; તેને છોડવા પડતા નથી. અને આત્મિક ગુણો સ્વયં પ્રગટ થાય છે.

વળી આત્મસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થાય ત્યારે આત્માના જ્ઞાનગુણની પર્યાય પણ કેવળજ્ઞાનરૂપે પ્રગટે છે. આ કેવળજ્ઞાનનો એવો અનંત મહિમા છે કે તે અનંત દ્રવ્યોના અનંત ગુણોને અને તેમની ત્રિકાલવર્તી વિકારીઅવિકારી અનંત પર્યાયોને સંપૂર્ણપણે એક જ સમયમાં સર્વથા પ્રત્યક્ષ જાણે છે.

જ્ઞાન પર પદાર્થોને જાણે છેએમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પર પદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા સ્વચ્છતા છે.

વળી તે આત્મસ્વરૂપ સ્વસંવેદ્ય છે અર્થાત્ પોતાના આત્માના જ અનુભવમાં આવે તેવું છે. ગુરુ, તેમની વાણી કે તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ પણ તેનો અનુભવ કરાવી શકે તેમ નથી. જીવ અનુભવ કરે તો તે નિમિત્તમાત્ર કહેવાય. તે સ્વાનુભવગોચર છે. આત્મા પોતે જ તેને ઓળખી, અનુભવ કરી શકે.

એ રીતે વાસ્તવમાં આત્માને પરદ્રવ્યનાં તથા રાગાદિનાં ગ્રહણત્યાગ નથી; તે સર્વજ્ઞ છે અને માત્ર સ્વાનુભવગોચર છે. ૨૦.

આવા આત્મપરિજ્ઞાનની પૂર્વે મારી ચેષ્ટા કેવી હતી તે કહે છેઃ

શ્લોક ૨૧

અન્વયાર્થ : (स्थाणौ) ઝાડના ઠૂંઠામાં (उत्पन्नपुरुषभ्रान्तेः) જેને પુરુષની ભ્રાન્તિ ૧. જુઓઃ શ્રી પ્રવચનસાર ગાથા૩૭, ૩૮, ૩૯, ૪૧, ૪૭, ૪૮, ૪૯, ૫૧.

સ્થાણુ વિષે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ;
આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧.