Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 34 of 170
PDF/HTML Page 63 of 199

 

સમાધિતંત્ર૪૭

टीकाउत्पन्नपुरुषभ्रान्तेः पुरुषोऽयमित्युत्पन्ना भ्रान्तिर्यस्य प्रतिपत्तुस्तस्य स्थाणौ स्थाणुविषये यद्वद्यत्प्रकारेण विचेष्टितंविविधमुपकारापकारादिरूपं चेष्टितं विपरीतं वा चेष्टितं तद्वत् तत्प्रकारेण मे चेष्टितं क्व ? देहादिषु कस्मात् आत्मविभ्रमात् आत्मविपर्यासात् कदा ? पूर्वम् उक्तप्रकारात्मस्वरूपपरिज्ञानात् प्राक् ।।२१।। ઉત્પન્ન થઈ તેવા મનુષ્યને (यद्वत्) જેવી (विचेष्टितम्) વિપરીત યા વિવિધ ચેષ્ટા હોય છે (तद्वत्) તેવી (देहादिषु) શરીરાદિમાં (आत्मविभ्रमात्) આત્મવિભ્રમને લીધે (पूर्वं) પહેલાં (मे) મારી (चेष्टितम्) ચેષ્ટા હતી.

ટીકા : પુરુષની ભ્રાન્તિ જેને ઉત્પન્ન થઈ છેતેની અર્થાત્ ‘આ પુરુષ છે’ એવી જેને ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તેનીએવું માનનારનીસ્થાણુમાં (ઠૂંઠાના વિષયમાં) જે રીતે જે પ્રકારે વિચેષ્ટા થાય છેવિવિધ પ્રકારની ચેષ્ટા થાય છેઅર્થાત્ ઉપકારઅપકારાદિરૂપ ચેષ્ટા વા વિપરીત ચેષ્ટા થાય છેતે પ્રમાણેતે પ્રકારે મેં ચેષ્ટા કરી. કોના વિષે? દેહાદિ વિષે. શા કારણથી? આત્મવિભ્રમઆત્મવિપર્યાસના કારણે. ક્યારે? પૂર્વે અર્થાત્ ઉક્ત પ્રકારના આત્મસ્વરૂપના પરિજ્ઞાન પૂર્વે.

ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, ‘જેવી રીતે કોઈ પુરુષ ભ્રમથી વૃક્ષના ઠૂંઠાને પુરુષ સમજી તેનાથી પોતાને ઉપકારઅપકારાદિની કલ્પના કરી સુખીદુઃખી થાય છે, તેવી રીતે હું પણ મિથ્યાત્વાવસ્થામાં ભ્રમથી શરીરાદિને આત્મા સમજી તેનાથી પોતાને ઉપકાર અપકારાદિની કલ્પના કરી સુખીદુઃખી થયોએ મારી મૂર્ખાઈ ભરેલી ચેષ્ટા હતી. કોઈ ઠૂંઠાને પુરુષ માને અને હું શરીરાદિને આત્મા માનુંએમ બંનેના વિભ્રમમાં અને ચેષ્ટામાં કાંઈ ફેર નથી.’

વિશેષ

‘‘જેમ એક નારીએ કાષ્ટની પૂતળી બનાવીને તેને અલંકારવસ્ત્ર પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવાડી રાખી અને લૂગડાંથી ઢાંકી દીધી. ત્યાં, તે નારીનો પતિ આવ્યો. એણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે. તે તેને હલાવે, પવન નાખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ. આખી રાત બહુ સેવા કરી; પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે આ તો કાષ્ટની પૂતળી છે, ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ અનાદિથી આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે જાણે છે કે જડ છે, ત્યારે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી થઈ સુખ પામે છે.’’ ૨૧. ૧. ‘અનુભવ પ્રકાશક’ગુ. બીજી આવૃત્તિ, પૃ. ૨૨૨૩.