૪૮સમાધિતંત્ર
साम्प्रतं तु तत्परिज्ञाने सति कीदृशं मे चेष्टितमित्याह —
टीका — असौ उत्पन्नपुरुषभ्रान्तिः पुरुषाग्रहे पुरुषाभिनिवेशे निवृत्ते विनष्टे सति यथा येन पुरुषाभिनिवेशजनितोपकारापकाराद्युद्यमपरित्यागप्रकारेण । चेष्टते प्रवर्तते । तथाचेष्टोऽस्मि तथा तदुद्यमपरित्यागप्रकारेण चेष्टा यस्यासौ तथाचेष्टोऽस्मि भवाम्यहम् । क्व ? देहादौ । किं विशिष्टः ? विनिवृत्तात्मविभ्रमः विशेषेण निवृत्त आत्मविभ्रमो यस्य । क्व ? देहादौ ।।२२।।
વર્તમાનમાં તેનું (આત્માનું) પરિજ્ઞાન થતાં મારી કેવી ચેષ્ટા થઈ ગઈ તે કહે છેઃ —
અન્વયાર્થ : (स्थाणौ) વૃક્ષના ઠૂંઠામાં (निवृत्ते पुरुषाग्रहे) ‘આ પુરુષ છે’ એવી ભ્રાન્તિ દૂર થતાં, (यथा)। જેવી રીતે (असौ) તે ( – પૂર્વે ભ્રાન્તિવાળો મનુષ્ય) (चेष्टते) ચેષ્ટા કરે છે અર્થાત્ તેનાથી ઉપકારાદિની કલ્પનાનો ત્યાગ કરે છે, (देहादौ) શરીરાદિમાં (विनिवृत्तात्मविभ्रमः) જેનો આત્મવિભ્રમ દૂર થયો છે તેવો હું (तथा चेष्टः अस्मि) તેવી રીતે ચેષ્ટા કરું છું.
ટીકા : (ઠૂંઠામાં) પુરુષાગ્રહ અર્થાત્ પુરુષાભિનિવેશ નિવૃત્ત થતાં – નાશ પામતાં, જેને (ઠૂંઠામાં) પુરુષની ભ્રાન્તિ થઈ ગઈ હતી તે (મનુષ્ય). જેવી રીતે પુરુષાભિનિવેશજનિત ઉપકાર – અપકારાદિથી તે પ્રવૃત્તિનો પરિત્યાગ કરવારૂપ ચેષ્ટા કરે છે – પ્રવર્તે છે તેવી રીતે મેં ચેષ્ટા કરી છે – અર્થાત્ તે પ્રવૃત્તિના પરિત્યાગ અનુરૂપ જેને જેવી રીતે ચેષ્ટા થાય તેવી ચેષ્ટાવાળો હું બની ગયો છું.
ક્યાં (ક્યા વિષયમાં)? દેહાદિમાં. કેવો (થયો છું)? જેનો આત્મવિભ્રમ વિનિવૃત્ત થયો છે તેવો – અર્થાત્ જેનો આત્મ – વિભ્રમ વિશેષ કરી નિવૃત્ત થયો છે તેવો – થયો છું. ક્યાં (ક્યા વિષયમાં)? દેહાદિમાં.
ભાવાર્થ : જ્યારે માણસ ઠૂંઠાને ઠૂંઠું સમજે છે, ત્યારે પહેલાં તેમાં પુરુષની કલ્પના