Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 170
PDF/HTML Page 66 of 199

 

૫૦સમાધિતંત્ર

टीकायेनात्मना चैतन्यस्वरूपेण इत्थंभावे तृतीया अहमनुभूये केन कर्त्रा ? आत्मनैव अनन्येन केन करणभूतेन ? आत्मना स्वसंवेदस्वभावेन क्व ? आत्मनि स्वस्वरूपे सोऽहं इत्थंभूतस्वरूपोऽहं न तत् न नपुंसकं न सा न स्त्री नासौ न पुमान् अहं तथा नैको न द्वौ न वा बहुरहं स्त्रीत्वादिधर्माणां कर्मोत्पादितदेहस्वरूपत्वात् ।।२३।। આત્માને પોતે (अनुभूये) અનુભવું છું. (सः) તેશુદ્ધાત્મસ્વરૂપ (अहं) હું (न तत्) ન તો નપુંસક છું, (न सा) ન સ્ત્રી છું, (न असौ) ન પુરુષ છું; (न एकः) ન એક છું (न द्वै) ન બે છું, (वा) અથવા (न बहुः) ન બહુ છું.

ટીકા : જે આત્મા વડેચૈતન્ય સ્વરૂપ વડે હું અનુભવમાં આવું છુંકોનાથી? આત્માથી જબીજા કોઈથી નહિ, કયા કરણ (સાધન) દ્વારા? આત્માદ્વારાસ્વસંવેદન સ્વભાવ દ્વારા, ક્યાં? આત્મામાંસ્વસ્વરૂપમાં, તે હું છુંએવા સ્વરૂપવાળો છું. ન તો હું નપુંસક છું, ન સ્ત્રી છું, ન પુરુષ છું; તથા ન હું એક છું, ન બે છું કે ન હું બહુ છું; કારણ કે સ્ત્રીત્વાદિ ધર્મો છે તે તો કર્મોપાદિત દેહસ્વરૂપવાળા છે.

ભાવાર્થ : હું સ્વસંવેદનજ્ઞાનદ્વારા પોતે જ મારા આત્મસ્વરૂપને મારા આત્મામાં અનુભવું છુંઅર્થાત્ હું ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છું. તેમાં સ્ત્રીપુરુષાદિ લિંગનો તથા એક, બે, વગેરે સંખ્યાના વિકલ્પોનો અભાવ છે.

અન્તરાત્મા વિચારે છે કે જીવમાં સ્ત્રીપુરુષાદિનો વ્યવહાર કેવળ શરીરને લીધે છે. એક, બે અને બહુવચનનો વ્યવહાર પણ શરીરાશ્રિત છે. જ્યારે શરીર મારું રૂપ જ નથી અને મારું શુદ્ધસ્વરૂપ નિર્વિકલ્પ છે, ત્યારે મારામાં લિંગભેદ અને વચનભેદના વિકલ્પો કેવી રીતે ઘટી શકે? આ સ્ત્રીત્વાદિ ધર્મો તો કર્મોપાદિત દેહનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. મારું ચૈતન્યસ્વરૂપ તો તે બધાંથી પર છે.

વિશેષ

આત્મા શુદ્ધ આનંદસ્વભાવી છે, એક છેએવો રાગમિશ્રિત વિચાર પણ સ્વભાવમાં નથી. ગુણગુણી તરીકે બે છે ને જ્ઞાનદર્શનના ઉપયોગે બે છેએવો ભેદ સ્વરૂપમાં નથી.

આત્માનું શુદ્ધ સ્વરૂપ અભેદ, ગુણગુણીના ભેદ વિનાનું છે. તેમાં લિંગભેદ, વચન ભેદ, વિકલ્પભેદાદિ કંઈ નથી.

અહીં આચાર્યનું લક્ષ અભેદઅખંડ આત્માના સ્વરૂપ ઉપર છે; તેથી તેમણે કહ્યું છે કે, વાસ્તવમાં આત્માને સ્ત્રી, પુરુષ, નપુંસકાદિ અવસ્થાઓ નથી, ગુણોના ભેદરૂપ અને કારકોના ભેદરૂપ કલ્પના નથી.